Gujarati Top News : આજે 13 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 13 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજ્યમાં 22 કલાકમાં 105 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ રાત્રે વરસ્યો તથા મોરબીના માળીયામાં કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો તેમજ 'ફિટ ઈન્ડિયા સંડે ઓન સાયકલ' અભિયાન. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું સમર્થન મળ્યુ તથા પાટીદાર બાદ વધુ એક સમાજની મોટી બેઠક. જેમાં અખિલ ભારતીય કોળી સમાજની મોટી બેઠક યોજાશે તથા વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર. રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજ્યમાં 22 કલાકમાં 105 તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્યમાં 22 કલાકમાં 105 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ રાત્રે વરસ્યો છે. રાત્રે 2થી 4માં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી-પાણી છે. દાંતીવાડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ભાવનગરના ઉમરાળામાં 22 કલાકમાં 3 ઇંચ વરસાદ સાથે ભાવનગરના પાલિતાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના ઉનામાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધાંગધ્રા, ગઢડા, બાબરામાં 2-2 ઇંચ વરસાદ, વલ્લભીપુર, કપરાડામાં પણ 2 ઇંચ વરસાદ સાથે 22 કલાકમાં અન્ય તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
મોરબીના માળીયામાં કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો
મોરબીના માળીયામાં કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો છે. ખોટો કેસ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા લાંચ માગી હતી. એક લાખ રૂપિયાની લાંચ લોતા વચેટીયો રંગે હાથ ઝડપાયો છે. જેમાં સુરેન્દ્રનગર એસીબી દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. વચેટિયા ગુલામરસુલ હૈદરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એસીબી દ્વારા બંને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું સમર્થન મળ્યુ
'ફિટ ઈન્ડિયા સંડે ઓન સાયકલ' અભિયાન. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું સમર્થન મળ્યુ છે. 'સંડે ઓન સાયકલ' અભિયાનને પૂર્ણ સમર્થન છે. ડૉ. માંડવિયા ગાંધીનગરમાં સાયકલ રેલીમાં જોડાશે. લોકોને પણ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.
પાટીદાર બાદ વધુ એક સમાજની મોટી બેઠક
પાટીદાર બાદ વધુ એક સમાજની મોટી બેઠક. જેમાં અખિલ ભારતીય કોળી સમાજની મોટી બેઠક યોજાશે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળશે. MLA હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં બેઠક યોજાશે. અખિલ ભારતીય કોળી સમાજના હીરાભાઈ સોલંકી પ્રમુખ છે. તેમજ અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળી હાજર રહેશે. તથા ભાજપ, કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પદ નિયુક્તિ પૂર્વે કોળી સમાજની બેઠક છે. મંત્રી મંડળના વિસ્તરણના મુદ્દાને લઈ ચર્ચાની શક્યતા છે.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારીને ભેટ આપશે
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારીને ભેટ આપશે. જેમાં ઓર્ગેનિક અને વેજિટેબલ મોલનું લોકાર્પણ કરશે. સરપંચ અભિવાદન સમારોહમાં પણ હાજરી આપશે. તથા નવનિર્મિત સિંદૂર વનમાં વૃક્ષારોપણ કરશે. તથા રેઈન હાર્વેસ્ટિંગના કામનું પણ નિરીક્ષણ કરશે.
વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર
વરસાદના બીજા ધમાકેદાર રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર. રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સાબરકાંઠા, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં આજથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. આજથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. તથા સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


