Gujarati Top News : આજે 15 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 15 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. જેમાં રાજ્યભરમાં અલગ અલગ સ્થળે સેવા કાર્યો કરાશે તેમજ જસદણના દેવપરા ગામે જેરામ ઉર્ફે કાળુ સદાદિયાની હત્યા કરાઇ છે. જસદણમાં જેરામભાઇની વાડીમાં રહેતા ભાવેશ કુકડીયાએ હત્યા કરી તથા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યુ છે. સૌરાષ્ટ્રમાં બ્રિજ ચકાસણીમાં મોટા ખુલાસાઓ થયા તેમજ આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા જેલમુક્ત થશે. પીટી જાડેજા સામે કરાયેલો પાસાનો હુકમ રદ કરાયો તેમજ ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાશે. રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મ દિવસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. જેમાં રાજ્યભરમાં અલગ અલગ સ્થળે સેવા કાર્યો કરાશે. અમદાવાદમાં વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે. જુદા જુદા કાર્યક્રમમોમાં મુખ્યમંત્રી હાજર રહેશે. ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તમામ કાર્યક્રમ થશે.
જસદણના દેવપરા ગામે જેરામ ઉર્ફે કાળુ સદાદિયાની હત્યા કરાઇ
જસદણના દેવપરા ગામે જેરામ ઉર્ફે કાળુ સદાદિયાની હત્યા કરાઇ છે. જસદણમાં જેરામભાઇની વાડીમાં રહેતા ભાવેશ કુકડીયાએ હત્યા કરી છે. ત્યારે જેરામની હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. જસદણ પોલીસે હત્યારા ભાવેશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમાં મૃતક અને તેની પત્ની તેમજ હત્યારો એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા. જેમાં જસદણના આટકોટ રોડ પર દોરાની ફેક્ટરીમાં કામ કરતા હતા.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યુ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યુ છે. સૌરાષ્ટ્રમાં બ્રિજ ચકાસણીમાં મોટા ખુલાસાઓ થયા છે. તેમાં સૌરાષ્ટ્રમાં 24 જેટલા બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. જેમાં 22 જેટલા હાઇવે પર નદી અને વોકળાના બ્રિજ જર્જરિત થયા છે. તેમાં 23 બ્રિજ પરથી ભારે વાહનોના અવર જવર બંધ કરાઈ છે. જેમાં રાજકોટના 495 બ્રિજમાંથી 377 સારી ક્વોલિટીના બ્રિજ છે. રાજકોટના કુલ 26 બ્રિજના રિપોર્ટમાં બ્રિજની ક્વોલિટી નબળી સામે આવી છે.
આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા જેલમુક્ત થશે
આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી. જાડેજા જેલમુક્ત થશે. પીટી જાડેજા સામે કરાયેલો પાસાનો હુકમ રદ કરાયો છે. તેમાં સરકારની સમીક્ષા બાદ પાસાનો હુકમ રદ કરાયો છે. થોડીવારમાં પી.ટી.જાડેજા જેલમાંથી બહાર આવશે. ક્ષત્રિય સમાજે પી.ટી.જાડેજા સામે પાસા રદ કરવા રજૂઆત કરી હતી. તેમાં ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી હતી. રાજકોટમાં અમરનાથ મહાદેવની આરતીને લઈ વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદ પી.ટી.જાડેજાને સાબરમતી જેલમાં મોકલાયા હતા.
ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાશે
ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાશે. રાહત કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. તેમાં વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરાશે.


