Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 18 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસની ભેટ આપશે જેમાં પાટણના સાંતલપુરમાં વિકાસકાર્યોને લીલીઝંડી આપશે
gujarati top news   આજે 18 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 18 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ભાવનગરના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં 30 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસની ભેટ આપશે. જેમાં પાટણના સાંતલપુરમાં વિકાસકાર્યોને લીલીઝંડી આપશે જેમાં જામનગર જિલ્લામાં ભાજપના વધુ એક કાર્યકર નારાજ થયા છે. ધ્રોલના લતીપરથી પાંચ ગામને જોડતો રસ્તો બિસ્માર થયો તથા સરકારી પ્રા. શાળામાં શિક્ષક સહાયની ભરતી કરાશે. જેમાં આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા શિક્ષક સહાયક લેવાશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત....

Advertisement

ભાવનગરના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે હત્યાનો બનાવ બન્યો

ભાવનગરના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં 30 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. ત્રણથી ચાર જેટલા શખ્સોએ જૂની અદાવતમાં યુવકની હત્યા કરી છે. મોડી રાત્રે પિયૂષ કંટારિયા નામના યુવકની હત્યા કરી છે.
ઘોઘા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસની ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસની ભેટ આપશે. જેમાં પાટણના સાંતલપુરમાં વિકાસકાર્યોને લીલીઝંડી આપશે. તેમાં 110.28 કરોડ રૂપિયાના વિકાસકામોને લીલીઝંડી આપશે. જેમાં પંચાયત, શિક્ષણ, આરોગ્યના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. સિંચાઈ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. સાંસદ ભરતસિંહ ડાભી પણ કાર્યક્રમમાં હાજર રહેશે.

જામનગર જિલ્લામાં ભાજપના વધુ એક કાર્યકર નારાજ થયા

જામનગર જિલ્લામાં ભાજપના વધુ એક કાર્યકર નારાજ થયા છે. ધ્રોલના લતીપરથી પાંચ ગામને જોડતો રસ્તો બિસ્માર થયો છે. બિસ્માર રસ્તાને લઈને ભાજપના કાર્યકરે હૈયાવરાળ ઠાલવી છે. મોટા સગાડિયાના સરપંચ પદુભાએ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મંત્રી રાઘવજી પટેલ, પૂનમ માડમને રજુઆત કર્યાનો પણ દાવો છે.

સરકારી પ્રા. શાળામાં શિક્ષક સહાયની ભરતી કરાશે

સરકારી પ્રા. શાળામાં શિક્ષક સહાયની ભરતી કરાશે. જેમાં આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા શિક્ષક સહાયક લેવાશે. ફેબ્રુઆરીમાં લેવાયેલા નિર્ણયને આખરી મંજૂરી અપાઈ છે. જેમાં શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે શિક્ષક સહાયક કામ કરશે. તેમાં શાળાના વહીવટી કામમાં મદદરૂપ થઈ શકશે. રાજ્ય સરકાર સીધી ભરતી શાળા સહાયકની કરશે નહીં.

Tags :
Advertisement

.

×