Gujarati Top News : આજે 21 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 21 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટ જિલ્લામાં પ્રદુષણ માફિયા બેફામ થયા છે તથા રાજકોટ મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં એક સાથે 6 વાહનો અથડાયા છે. જેમાં 5 કાર અને એક બસનો અકસ્માત થયો તેમજ સરકારી કર્મચારીઓ ફરી એકવાર ફિક્સ પે હટાવવા મેદાને આવ્યા છે. જેમાં ઓનલાઇન આંદોલન બાદ હવે સરકાર સામે બાયો ચડાવશે તથા HCમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી થશે તેમજ પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ થઇ તથા કચ્છની ધરતી ફરી ભૂકંપથી ધણધણી છે. જેમાં કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટ જિલ્લામાં પ્રદુષણ માફિયા બેફામ થયા
રાજકોટ જિલ્લામાં પ્રદુષણ માફિયા બેફામ થયા છે. જેમાં રાજકોટ જિલ્લાના મેટોડા GIDC માં આવેલ યુનિટો દ્વારા વરસાદનો લાભ લઈ પ્રદૂષણ યુક્ત પાણી નદીઓમાં ઠાલવી રહ્યાં છે. વરસાદી પાણી સાથે પ્રદૂષણ નદીઓમાં વહી રહ્યું છે. રાતૈયા ગામ પાસેથી પસાર થતી નદીનો વીડિયો સામે આવ્યો છે. નદીમાં ફીણની ચાદર છવાઈ છે. અનેક વખત GPCB ને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી. ખેડૂતોને પ્રદૂષિત પાણીથી ખેતીમાં પણ નુકસાન થઈ રહ્યું છે.
રાજકોટ મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં એક સાથે 6 વાહનો અથડાયા
રાજકોટ મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં એક સાથે 6 વાહનો અથડાયા છે. જેમાં 5 કાર અને એક બસનો અકસ્માત થયો છે. અન્ડર બ્રિજમાં કોઈ કારણોસર આગળની કારે અચાનક બ્રેક મારતા પાછળના તમામ વાહનો એકબીજા સાથે અથડાયા છે. તેમજ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. તથા ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થયા છે.
સરકારી કર્મચારીઓ ફરી એકવાર ફિક્સ પે હટાવવા મેદાને આવ્યા
સરકારી કર્મચારીઓ ફરી એકવાર ફિક્સ પે હટાવવા મેદાને આવ્યા છે. જેમાં ઓનલાઇન આંદોલન બાદ હવે સરકાર સામે બાયો ચડાવશે. તેમાં સરકારી કર્મચારી મહામંડળ આંદોલનની રણનીતિ બનાવશે.
BZના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહની જામીન અરજી પર સુનાવણી
BZના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહની જામીન અરજી પર સુનાવણી થઇ છે. જેમાં HCમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર સુનાવણી થશે. આજની સુનાવણી ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે ખૂબ જ મહત્વની છે. HC જામીન નહીં આપે તો ભૂપેન્દ્રસિંહ સુપ્રીમમાં રાવ નાખી શકે છે.
પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ થઇ
પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ થઇ છે. હરીશ પોસ્તરિયાની હિરલબા સામે વ્યાજખોરીની ફરિયાદ થઇ છે. ફરિયાદી હરીશ પોસ્તરિયાએ 3 ટકા વ્યાજે 75 લાખ લીધા હતા. વ્યાજ ચુકવવામાં મોડું થાય તો એક દિવસની 10 ટકા પેનલ્ટી લાગતી હતી. જેમાં પેનલ્ટીની વસુલાતમાં જ 75 લાખના 4 કરોડથી વધુ ઉઘરાવ્યા છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હિરલબા સામે ગુનો નોંધાયો છે. તથા સાયબર ફ્રોડના કેસમાં જૂનાગઢ જેલમાં હિરલબા જાડેજા બંધ છે.
કચ્છની ધરતી ફરી ભૂકંપથી ધણધણી છે
કચ્છની ધરતી ફરી ભૂકંપથી ધણધણી છે. જેમાં કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. રાત્રે 9.47 કલાક કચ્છમાં ભૂકંપ અનુભવાયો છે. ખાવડાથી 20 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે પણ 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.


