Gujarati Top News : આજે 25 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 25 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી લાઇવ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકાશે તથા પોરબંદરમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના બની છે. જેમાં આરોપી જયરાજ સુંડાવદરા, મલ્હાર, રાજ સામે ફરિયાદ થઇ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોને લીલીઝંડી આપશે. જેમાં અમદાવાદમાં રેડક્રોસની મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરશે તેમજ સુરતના પુણા વિસ્તારમાં આવેલ સ્માર્ટ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું છે. ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો ભાગ બેસી જતા ખાલી કરાવાયું તથા રાજકીય પક્ષોને ફંડ મામલે તપાસમાં ઘટસ્ફોટ થયા છે. આવકવેરા વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરથી લાઇવ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકાશે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે. આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે. શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે. તથા અમદાવાદમાં પણ ભક્તો શિવભક્તિમાં લીન થયા છે.
પોરબંદરમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના બની
પોરબંદરમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના બની છે. જેમાં આરોપી જયરાજ સુંડાવદરા, મલ્હાર, રાજ સામે ફરિયાદ થઇ છે. તેમજ અન્ય કાળા ક્લરની કારવાળા શખ્સ સામે પણ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. સગીરાને નાસ્તો કરવાના બહાને ફોસલાવી સફારી ગાડીમાં બેસાડી સગીરાને કેફી પીણું પીવડાવી વૃંદાવન પાર્ટી પ્લોટમાં દુષ્કર્મ આચર્યું હતુ. 22 તારીખની રાત્રે ઘટના બની હતી. નબીરાઓએ દુષ્કર્મ આચર્યા સગીરાને ચોપાટી ખાતે કારમા લાવી લીંબુ પાણી પીવડાવ્યું હતુ. જેમાં પોરબંદર જિલ્લામાં ગેંગ રેપની પ્રથમ ઘટનાને પગલે જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોને લીલીઝંડી આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોને લીલીઝંડી આપશે. જેમાં અમદાવાદમાં રેડક્રોસની મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરશે. તથા આણંદમાં NCC લીડરશીપ એકેડમીનું લોકાર્પણ કરશે. તેમજ ખેડામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોનું ભૂમિપૂજન,
નડિયાદ મહાનગરપાલિકા અને ખેડાને વિકાસભેટ આપશે. તથા 243.63 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં કાંકરિયા લેક પરિસરમાં બાલવાટીકનું લોકાર્પણ કરશે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ સ્માર્ટ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું
સુરતના પુણા વિસ્તારમાં આવેલ સ્માર્ટ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું છે. ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો ભાગ બેસી જતા ખાલી કરાવાયું છે. એપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિના પગલે પાલિકાની કાર્યવાહી શરૂ થઇ છે. એપાર્ટમેન્ટના દસ ફ્લેટમાં રહેતા ચાલીસ જેટલા લોકોનું સ્થળાંતર કરાયુ છે. જેમાં કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓના ત્યાં રહેવા મજબૂર થયા છે.
રાજકીય પક્ષોને ફંડ મામલે તપાસમાં ઘટસ્ફોટ થયા
રાજકીય પક્ષોને ફંડ મામલે તપાસમાં ઘટસ્ફોટ થયા છે. આવકવેરા વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો છે. માત્ર સુરતમાં 125 કરોડથી વધુનો કરલાભ લીધો છે. ગુજરાતમાં અંદાજે 350 કરોડનું ભંડોળનું અનુમાન છે. IT વિભાગે 10 હજારથી વધુ રિટર્ન સ્ક્રુટિની હેઠળ લીધા છે. જેમાં રાજકીય પક્ષોએ 4-5 ટકા કમિશન કાપી રકમ પરત આપ્યાની શંકા છે. અનેક કરદાતાઓએ 100 ટકા ટેક્સ રિફંડ માટે દાન આપવાની કબૂલાત કરી છે. તથા રાજકીય પાર્ટીઓને સમન્સ મોકલવાની તૈયારી શરૂ કરી છે. પબ્લિક સેક્ટરના કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાની આશંકા છે.


