Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 3 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં 16 જેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા
gujarati top news   આજે 3 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 3 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે તથા રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતને મામલે સિટી બસ ડ્રાઈવરની જામીન અરજી કોર્ટે ફગાવી તેમજ સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં 16 જેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા તથા ખેડાના મહુધાની કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને સજા આપી છે. તેમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. તથા ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત ભારે વરસાદની આગાહી સાથે ગાંધીનગર અને અમદાવાદમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શકયતા છે.

Advertisement

બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે 4 લોકોના મોત થયા હતા

રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતને મામલે સિટી બસ ડ્રાઈવરની જામીન અરજી કોર્ટે ફગાવી છે. આરોપી બસ ડ્રાઈવર શિશુપાલ રાણાની જામીન અરજી ફગાવાતા આરોપીની મુશ્કેલી વધી છે. 16 એપ્રિલના રોજ સિટી બસ ડ્રાઈવરે અકસ્માત કર્યો હતો. જેમાં બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે 4 લોકોના મોત થયા હતા.

સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ

સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં 16 જેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. તેમજ અનેક જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 11 જેટલા જળાશયો 80 ટકાથી વધુ ભરાઈ ગયા છે. જેમાં 14 જળાશયો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે.

ખેડાના મહુધાની કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને સજા આપી

ખેડાના મહુધાની કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને સજા આપી છે. તેમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપી છે. વિદ્યાર્થિની બે ચોટલા વાળીને ના આવતા શિક્ષિકાએ સજા આપી છે. જેમાં અન્ય વિદ્યાર્થીઓ સામે જ શિક્ષિકાએ વિદ્યાર્થિનીના જાહેરમાં વાળ કાપ્યા હતા. તેમાં વાલીઓએ કન્યાશાળામાં શિક્ષિકા સામે હોબાળો મચાવ્યો હતો. તથા કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલા લેવા માગ કરી છે. જેમાં વિદ્યાર્થિનીને સજા આપતા અન્ય વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Rashifal 3 July 2025: અમલા યોગથી આ રાશિના લોકોને મળશે મોટો લાભ

Tags :
Advertisement

.

×