Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 30 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા
gujarati top news   આજે 30 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 30 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા તથા ગુજરાત પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે તેમજ રાજ્ય વાહન વ્યવહાર વિભાગને નવી 151 ST બસ મળશે. જેમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરશે તથા પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષામાં મંથન થશે તેમજ અમદાવાદમાં નશેડી કારચાલકે આતંક મચાવ્યો હતો. જેમાં અખબારનગરમાં નશેડીએ અકસ્માત સર્જ્યો હતો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી

રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તેમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા ગાજવીજ સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં આજે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તથા નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. જેમાં પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં મધ્યમ વરસાદની સંભાવના છે. રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢમાં પણ હળવા વરસાદની આગાહી છે. તથા માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

ગુજરાત પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ

ગુજરાત પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં રાજ્યમાં ત્રણ દિવસ થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. તથા નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી સાથે વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના છે.

રાજ્ય વાહન વ્યવહાર વિભાગને નવી 151 ST બસ મળશે

રાજ્ય વાહન વ્યવહાર વિભાગને નવી 151 ST બસ મળશે. જેમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરશે. તેમજ પાટનગર ગાંધીનગરમાં નવી 151 ST બસનું લોકાર્પણ થશે.

પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે

પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષામાં મંથન થશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ સંદર્ભે સમીક્ષા થશે. જેમાં રસ્તા, બ્રિજના સમારકામને લઈને પણ ચર્ચા થશે. CMના આદેશ બાદ થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવશે.

અમદાવાદમાં નશેડી કારચાલકે આતંક મચાવ્યો

અમદાવાદમાં નશેડી કારચાલકે આતંક મચાવ્યો હતો. જેમાં અખબારનગરમાં નશેડીએ અકસ્માત સર્જ્યો હતો. અંડરબ્રિજ પાસે બેફામ ડ્રાઈવિંગથી અકસ્માત સર્જ્યો હતો. નશેડીએ અંડરબ્રિજના દરવાજા પાસે કાર અથડાવી હતી. જેમાં એક્ટિવાચાલકને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક્ટિવાચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેમાં પોલીસે નશેડી કારચાલકની અટકાયત કરી છે.

Tags :
Advertisement

.

×