Gujarati Top News : આજે 31 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 31 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગાંધીનગરમાં પશુપાલન વિભાગનો મોટો કાર્યક્રમ યોજાશે. જેમાં પશુપાલન વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થશે તથા ઓલિમ્પિકના સ્વપ્ન વચ્ચે જમીન વિવાદમાં HCમાં સુનાવણી થશે તેમજ ગાંધીનગરમાં ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ફેરની શરૂઆત થશે. જેમાં ત્રણ દિવસીય ફેરમાં તમામ રાજ્યના ટુરિઝમ ડોમ તૈયાર કરાશે તથા અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો જથ્થો રવાના થશે નહીં જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગાંધીનગરમાં પશુપાલન વિભાગનો મોટો કાર્યક્રમ યોજાશે
ગાંધીનગરમાં પશુપાલન વિભાગનો મોટો કાર્યક્રમ યોજાશે. જેમાં પશુપાલન વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થશે. તેમજ પશુઓની સારવાર અંગે સેમિનારનું પણ આયોજન છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ઓલિમ્પિકના સ્વપ્ન વચ્ચે જમીન વિવાદમાં HCમાં સુનાવણી થશે
ઓલિમ્પિકના સ્વપ્ન વચ્ચે જમીન વિવાદમાં HCમાં સુનાવણી થશે. રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી પર HCમાં સુનાવણી થશે. ગોધાવી ગામના ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમાં કેઝેડ ઝોન જાહેર થવાથી હાલાકી થતી હોવાની ખેડૂતોની અરજી છે. તથા મૂળ માલિકોની જમીન ફેરબદલી કરવાથી નુકસાનની ભીતિ છે. ગોધાવી ગામના 57 જેટલા ખેડૂતોએ અરજી કરી છે. તેમાં કેઝેડ 3 ઝોનમાં માત્ર રમતગમત સહિતની જ પ્રવૃતિ થઈ શકે છે. કેઝેડ ઝોન જાહેર થવાથી 500 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત થયા છે.
ગાંધીનગરમાં ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ફેરની શરૂઆત થશે
ગાંધીનગરમાં ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ફેરની શરૂઆત થશે. જેમાં ત્રણ દિવસીય ફેરમાં તમામ રાજ્યના ટુરિઝમ ડોમ તૈયાર કરાશે. ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હાજર રહેશે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ ઓમર અબ્દુલ્લા મુલાકાત લેશે.
અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા
અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો જથ્થો રવાના થશે નહીં. કારણ કે ખરાબ મૌસમને લઈ તંત્રએ મોટો નિર્ણય લીધો છે. જેમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે.


