Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 7 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 7 આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ ડિસ્ચાર્જ અરજી મામલે આજે ચુકાદો
gujarati top news   આજે 7 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 7 જુલાઇ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 7 આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ ડિસ્ચાર્જ અરજી મામલે આજે ચુકાદો તથા નવસારી શહેર અને જલાલપોરની આંગણવાડી અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી તેમજ પોરબંદરમાં બેફામ રફ્તારનો આતંક જોવા મળ્યો છે. જેમાં નરસંગ ટેકરી વિસ્તારમાં ઓવરસ્પીડે જતી કારનો અકસ્માત થયો તેમજ પોરબંદરમાં બેફામ રફ્તારનો આતંક જોવા મળ્યો છે. જેમાં નરસંગ ટેકરી વિસ્તારમાં ઓવરસ્પીડે જતી કારનો અકસ્માત થયો તથા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા જામીન માટે અરજી કરશે. જેમાં દેડિયાપાડા લાફા કાંડમાં ચૈતર વસાવા જામીન અરજી કરશે તેમજ હવે ઘરે બેઠા જ RTO લર્નિંગ લાયસન્સ નીકળી શકશે. રાજ્યભરમાં આજથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ સેવાનો પ્રારંભ થયો છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 7 આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ ડિસ્ચાર્જ અરજી મામલે આજે ચુકાદો

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 7 આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ ડિસ્ચાર્જ અરજી મામલે આજે ચુકાદો આવશે. આરોપીઓ દ્વારા કોર્ટ સમક્ષ કરેલી ડિસ્ચાર્જ અરજી મામલે આરોપીઓ વકીલ અને સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી છે. જોકે ચુકાદાઓ અનામત રાખવામાં આવેલ છે. તેમાં આજે સમગ્ર મામલે ચુકાદો જાહેર થશે.

Advertisement

નવસારી શહેર અને જલાલપોરની આંગણવાડી અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી

નવસારી શહેર અને જલાલપોરની આંગણવાડી અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદને લઈ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે. તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાઈ સૂચના અપાઈ છે. તેમાં જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર રજા આપી છે.

પોરબંદરમાં બેફામ રફ્તારનો આતંક જોવા મળ્યો

પોરબંદરમાં બેફામ રફ્તારનો આતંક જોવા મળ્યો છે. જેમાં નરસંગ ટેકરી વિસ્તારમાં ઓવરસ્પીડે જતી કારનો અકસ્માત થયો છે. ઓવરસ્પીડે જતી કાર રેલિંગ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો છે. તેમાં અગાઉ પણ ઓવરસ્પીડે જતી એક કારનો અકસ્માત થયો હતો. ઓવરસ્પીડ ચાલતી કાર સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની જરુર પડી છે.

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા જામીન માટે અરજી કરશે

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા જામીન માટે અરજી કરશે. જેમાં દેડિયાપાડા લાફા કાંડમાં ચૈતર વસાવા જામીન અરજી કરશે. નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરશે. જેમાં નીચલી કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે

હવે ઘરે બેઠા જ RTO લર્નિંગ લાયસન્સ નીકળી શકશે

હવે ઘરે બેઠા જ RTO લર્નિંગ લાયસન્સ નીકળી શકશે. રાજ્યભરમાં આજથી ફેસલેસ લર્નિંગ લાઇસન્સ સેવાનો પ્રારંભ થયો છે. તેમાં અરજદાર ઘરે બેઠા ઓનલાઈન લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપી શકશે. સમાંતર લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે.

દેશભરમાં રિલાયન્સ જીઓનું સર્વર ડાઉન થયું

દેશભરમાં રિલાયન્સ જીઓનું સર્વર ડાઉન થયું છે. જેમાં દેશના વિવિધ સેક્ટરમાં રિલાયન્સ જીઓની સેવા ઠપ્પ થઈ છે. જીઓનું સર્વર ડાઉન થતા યુઝર્સ પરેશાન થયા છે. મોબાઈલમાં નેટવર્ક અને કોલિંગ ઠપ થયા છે. તેનમાં સર્વર ડાઉન થતા ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ છે. તથા કોલિંગ, SMS, વીડિયો કોલિંગ સેવાને પણ અસર થઇ છે તેમાં ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થયા યુઝર્સ પરેશાન થયા છે.

Tags :
Advertisement

.

×