Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 23 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે તથા જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ પડ્યો
gujarati top news   આજે 23 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 23 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે તથા જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં જોડીયામાં સાડા 7 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો તથા આજે વિસાવદરની જનતાનો જાહેર ફેંસલો થશે. જેમાં વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવશે તથા આજે કડીની પેટાચૂંટણીનું પરિણામ આવશે. કડીમાં કયો પક્ષ હાસલ કરશે સત્તા, તે નક્કી થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે

Gujarat bypoll results: ગુજરાતની કડી (Kadi) અને વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકો (Assembly seats) પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. બંને બેઠકો પર મતગણતરી (vote counting) માટે વહીવટી તંત્ર (administration) દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થનારી મતગણતરી પ્રક્રિયામાં કુલ 21 રાઉન્ડ યોજાશે, જે ઉમેદવારોનું (candidates) રાજકીય ભાવી (political future) નક્કી કરશે.

Advertisement

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં જોડીયામાં સાડા 7 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. તેમાં કાલાવડમાં પોણા 5 ઇંચ, જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ થયો છે. તેમાં જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી બે ડેમ છલકાયા છે. જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ છલકાયો છે. વાગડીયા ડેમ છલોછલ ભરાયો, રંગમતી ડેમ 80 ટકા ભરાયો છે. જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

આજે વિસાવદરની જનતાનો જાહેર ફેંસલો થશે

આજે વિસાવદરની જનતાનો જાહેર ફેંસલો થશે. જેમાં વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવશે. આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. જેમાં સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી છે. વિસાવદર પેટાચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયુ છે. જેમાં કોંગ્રેસના નીતિન રાણપરિયાએ નસીબ આજમાવ્યું છે. તથા ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલિયા મેદાને હતા. તથા નાના વાઘણીયા તેમજ માલીડામાં ફેર મતદાન કરાયું હતું.

આજે કડીની પેટાચૂંટણીનું પરિણામ આવશે

આજે કડીની પેટાચૂંટણીનું પરિણામ આવશે. કડીમાં કયો પક્ષ હાસલ કરશે સત્તા, તે નક્કી થશે. જનતાએ કયા ઉમેદવાર પર ઢોળ્યો પસંદગીનો કળશ તે જાહેર થશે. કડીની પેટાચૂંટણીમાં સરેરાશ 58 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપ, કોંગ્રેસ, AAP સહિત 8 ઉમેદવારો મેદાને છે. જેમાં કોણ જશે વિધાનસભામાં કોણ બેસશે ઘરે તે સ્પષ્ટ થશે. જેમાં કોંગ્રેસમાંથી રમેશ ચાવડા, ભાજપના રાજેન્દ્ર ચાવડાનું ભાવિ નક્કી થશે. તથા AAPના જગદીશ ચાવડાના પણ ભાવિનો ફેંસલો થશે.

આ પણ વાંચો: Rashifal 23 June 2025: આ રાશિના લોકોને ગૌરી યોગથી જબરદસ્ત લાભ થશે, ભાગ્ય પણ મહેરબાન થશે

Tags :
Advertisement

.

×