Gujarati Top News : આજે 25 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 25 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ છે. જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 72 ટકા મતદાન થયુ હતુ તથા 25 જૂનને ભાજપ સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવશે. ગાંધીનગર ટાઉનહોલ ખાતે CMની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે તેમજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે. ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે તથા અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે. ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે જેવા વિવિધ સમાચાર જાણવા માટે અમારી સાથે સતત જોડાયેલા રહો...
રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ
રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ છે. જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 72 ટકા મતદાન થયુ હતુ. રાજ્યભરની 3895 ગ્રામ પંચાયતમાં મતદાન થયું હતુ. મતદાન પહેલા ત્રણ હરીફ ઉમેદવારનું નિધન થયુ છે. તેમજ હરીફ ઉમેદવારના નિધન થતા ત્રણ સભ્ચો માટેની ચૂંટણી ટળી છે. રાજ્ય ચૂંટણી આયોગ નવેસરથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે તથા બે કિસ્સામાં પુન:મતદાન થશે. એક કિસ્સામાં ટોળા દ્વારા મતપત્રો લઈ જતા ફરી મતદાન થશે. તથા એક કિસ્સામાં ચૂંટણી પ્રતીકમાં ક્ષતિ આવતા ફરી મતદાન થશે.
25 જૂનને ભાજપ સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવશે
25 જૂનને ભાજપ સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવશે. ગાંધીનગર ટાઉનહોલ ખાતે CMની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. દેશમાં 25 જૂનના રોજ કટોકટી લગાવવામાં આવી હતી. કટોકટીના વિરોધમાં ભાજપ સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવશે. અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓ અને સાંસદો હાજર રહેશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે. ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખે પાટા બંધાશે. જેમાં પરંપરાગત રીતે ભગવાનને આંખો આવી જાય છે. નિજ મંદિરમાં ધ્વજા રોહણ થશે. ધ્વજા રોહણમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન હાજર રહેશે. તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહેશે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.
જામનગરના નવાગામ ઘેડમાં હત્યાના મામલે કાર્યવાહી થઇ
જામનગરના નવાગામ ઘેડમાં હત્યાના મામલે કાર્યવાહી થઇ છે. જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં ઈન્દિરા કોલોનીમાં યુવકની હત્યા થઈ હતી. મૃતક યુવકના છ માસ પૂર્વે છુટાછેટા થયા હતા. જેમાં છુટાછેડા બાદ પત્ની તેના મિત્ર સાથે રહેતી હતી. મૃતક યુવકે કોલ કર્યા બાદ સ્થિતિ વણસી હતી. તેમાં પત્નીના મિત્રએ તેના મિત્રો સાથે હુમલો કર્યો હતો. હથિયારથી કરેલા ઘાતકી હુમલામાં યુવકનું મોત થયું હતું. તેમાં મયુર ગોહિલ, સંજય શિયાર નામના યુવકે હત્યાને અંજામ આપ્યો છે. જેમાં ઘાતકી હથિયાર વડે મિલન પરમારની હત્યા કરી દીધી છે.


