Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 27 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે. જગન્નાથ મંદિર પ્રાંગણમાં હર્ષ, ઉલ્લાસ અને ભક્તિમય માહોલ
gujarati top news   આજે 27 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 27 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે. જગન્નાથ મંદિર પ્રાંગણમાં હર્ષ, ઉલ્લાસ અને ભક્તિમય માહોલ છે. રથયાત્રા પહેલા મંદિર પ્રાંગણમાં રાસ ગરબા કરવામાં આવ્યા તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાઈ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સહ પરિવાર મંગળા આરતી કરી તથા વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે. જગન્નાથ મંદિર પ્રાંગણમાં હર્ષ, ઉલ્લાસ અને ભક્તિમય માહોલ છે. રથયાત્રા પહેલા મંદિર પ્રાંગણમાં રાસ ગરબા કરવામાં આવ્યા છે. રથયાત્રા પહેલા આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે. ભગવાનને આદિવાસી નૃત્ય અને રાસ ગરબા ખૂબ જ પ્રિય છે. ભારતીય પરંપરામાં નૃત્યને ભગવાનને સમર્પિત પૂજા તરીકે માનાય છે. રાસ ગરબા અને આદિવાસી નૃત્ય દ્વારા લોકસંસ્કૃતિ પણ જળવાઈ રહે છે. વહેલી સવારે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી છે. ભગવાનની આંખ પરથી પાટા ખોલવામાં આવ્યા છે. તથા ભગવાનને ખીચડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો.

Advertisement

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાઈ

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાઈ છે. જેમાં રથયાત્રાના પર્વ પર દિલીપદાસજીને જગદગુરુની પદવી અપાતા ભક્તોમાં ખુશીનો માહોલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં પદવી અપાઈ છે. મહામંડલેશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યના નામે ઓળખાશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી અપાઈ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સહ પરિવાર મંગળા આરતી કરી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરાઈ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સહ પરિવાર મંગળા આરતી કરી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યાં છે.

વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

આજે અષાઢી સુદ બીજના દિવસે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ઇસ્કોન મંદિર દ્વારા આ વખતે 44 મી રથયાત્રાનું આયોજન કરેલ છે ત્યારે રથયાત્રા સયાજીગજ રેલવે સ્ટેશનથી શરૂ થઈ રાવપુરા, ગાંધીગૃહ , માર્કેટ થઈ પોલોગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થશે. રથયાત્રામાં વિવિધ મંડળીઓ તેમજ ભક્તોના ભજન કીર્તનથી સમગ્ર શહેર હરે રામા હરે કૃષ્ણાના નાદથી ગુંજી ઊઠશે. આ રથયાત્રાના રૂટ પર વિવિધ સમાજ, સંસ્થાઓ તેમજ નગરજનો સ્વાગતમાં જોડાશે ત્યારે નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર પણ ઉમટશે. રથયાત્રા બપોરના સમયે 1.30 વાગ્યે નીકળશે.

રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળશે

સમગ્ર દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ત્યારે આજે આઠ કલાકે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન થશે. આ રથયાત્રાને લઈને સમિતિ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ રથયાત્રાને લઈને ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોને ઘરે દર્શનાર્થે આવતા ભગવાનના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.

આ પણ વાંચો: LIVE: 148th Rath Yatra: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હવે CM પહિંદવિધિ કરશે

Tags :
Advertisement

.

×