Gujarati Top News : આજે 30 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 30 જૂન 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે તથા ભુજના માધાપરમાં બે ઈસમોને છોડાવવા જતા નિર્દોષનું મોત થયુ છે. બે ઈસમો દારૂ પિતા હતા ત્યારે બોલાચાલી થવા પામી હતી તથા ઉમરપાડા ખાતે આદિવાસી સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસી અધિકાર બચાવો રેલી યોજવામાં આવશે તેમજ રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે તે પહેલા તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવમાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં અપરએર સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. 2 થી 3 જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તથા અમદાવાદમાં વરસાદને લઈને યલો એલર્ટ છે. તેમજ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે.
ભુજના માધાપરમાં બે ઈસમોને છોડાવવા જતા નિર્દોષનું મોત થયુ
ભુજના માધાપરમાં બે ઈસમોને છોડાવવા જતા નિર્દોષનું મોત થયુ છે. બે ઈસમો દારૂ પિતા હતા ત્યારે બોલાચાલી થવા પામી હતી. પાઇપ વડે હુમલાના બનાવમાં એકનું મોત થયુ છે. હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. માધાપર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
રાજસ્થાનના ઈસમ સામે પોલીસ ફરિયાદ થઇ છે.
ઉમરપાડા ખાતે આદિવાસી સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું
ઉમરપાડા ખાતે આદિવાસી સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસી અધિકાર બચાવો રેલી યોજવામાં આવશે. તથા ઉમરપાડા બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાશે. જેમાં 70 હજાર હેકટરમાં બનનાર અભ્યારણ્ય યોજના રદ કરવાની માગ કરાઇ છે. જેમાં ઉકાઈ સોલાર પ્રોજેકટ, SOUથી સાપુતારા કોરિડોર રદ કરવાની માગ કરવામાં આવી છે.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે તે પહેલા તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવમાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. DG વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સંભાવના છે. આજે 30 જૂનના રોજ DG વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જો વિકાસ સહાયને એક્સટેન્શન નહીં આપવામાં આવે તો પછી IPS અધિકારી કે.એલ.એન રાવ અને જી.એસ.મલિક સિનિયોરિટી પ્રમાણે હાલ ડીજીપીની રેસમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Rashifal 30 June 2025: ચંદ્ર મંગળ યોગથી આ રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે, આજે અનેક સ્ત્રોતોમાંથી આવક થશે