Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 1 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે. જેમાં વિવિધ સ્થળે સ્થાપના દિવસની ઉજવણી કરાશે
gujarati top news   આજે 1 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 1 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 1 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે. જેમાં વિવિધ સ્થળે સ્થાપના દિવસની ઉજવણી કરાશે. ચંડોળા તળાવ ખાતે સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ફરશે. જેમાં સિયાસત નગર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે તથા પોરબંદરના રાજકારણમાં જોરદાર હલચલ થઇ છે. જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની ધરપકડ કરવામાં આવી તેમજ આજથી દેશમાં 'એક રાજ્ય, એક RRB' નીતિ લાગુ થઇ છે. જેમાં દેશની 15 ગ્રામીણ બેંકો આજે બંધ થઈ જશે અને આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે. જેમાં ATMમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જ લાગશે સાથે જ દિવસભરના તાજા સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો....

Advertisement

આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ

આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે. જેમાં વિવિધ સ્થળે સ્થાપના દિવસની ઉજવણી કરાશે. ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે જોડાશે. તથા ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાની ઉજવણી ગોધરામાં ખાતે કરવામાં આવશે.

Advertisement

ચંડોળા તળાવ ખાતે સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ફરશે

ચંડોળા તળાવ ખાતે સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ફરશે. જેમાં સિયાસત નગર વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે. દબાણ દૂર કર્યા બાદ કાટમાળ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું. જેમાં સર્ચ ઓપરેશનમાં 200 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા હતા. અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની બે દિવસની પ્રક્રિયા બાદ હવે ત્રીજા દિવસે એટલે કે ગુરુવારે ચંડોળા તળાવના સિયાસત નગર વિસ્તારમાં દબાણ દૂર કર્યા પછી કાટમાળ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પોરબંદરના રાજકારણમાં જોરદાર હલચલ થઇ

પોરબંદરના રાજકારણમાં જોરદાર હલચલ થઇ છે. જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની ધરપકડ કરવામાં આવી છે. હીરલબા જાડેજાની પોલીસે ધરપકડ કરી છે. રૂપિયાની લેતી-દેતી અને અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇઝરાયેલમાં રહેતી એક મહિલાના ગંભીર આક્ષેપ છે. વીડિયોના માધ્યમથી હીરલબા જાડેજા પર આક્ષેપ છે. હીરલબા જાડેજા, હિતેશ ઓડેદરા સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક મહિલાએ હીરલબા જાડેજા પર ગંભીર આક્ષેપ કર્યા છે.

આજથી દેશમાં 'એક રાજ્ય, એક RRB' નીતિ લાગુ થઇ

આજથી દેશમાં 'એક રાજ્ય, એક RRB' નીતિ લાગુ થઇ છે. જેમાં દેશની 15 ગ્રામીણ બેંકો આજે બંધ થઈ જશે. આ નીતિ હેઠળ બેંકોનું અન્ય બેંકો સાથે મર્જર થશે. દેશમાં ગ્રામીણ બેંકોની સંખ્યા 43 થી ઘટીને 28 થશે. સરકારના આ નિર્ણયની અસર 11 રાજ્યોમાં જોવા મળશે. કેન્દ્ર સરકારે 'એક રાજ્ય-એક પ્રાદેશિક ગ્રામીણ બેંક' નીતિને મંજૂરી આપી દીધી છે. આ નીતિ હેઠળ હવે 43 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (Regional Rural Bank- RRB)માંથી 15 બેંકોનું મર્જર (Merger) થશે. આ મર્જરથી દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સંખ્યા 43થી ઘટીને 28 થઈ જશે. મર્જર થનારી 15 બેંકો આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનની છે.

આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે

આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે. જેમાં ATMમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જ લાગશે. તેમાં દરેક વ્યવહાર પર પહેલા કરતા વધુ ચાર્જ ચૂકવવા પડશે. NPCIના પ્રસ્તાવને RBIએ પહેલાથી જ મંજૂરી આપી છે. મેટ્રો શહેરોમાં તમે દર મહિને 3 મફત ATM ટ્રાન્જેક્શન કરી શકશો. નોન-મેટ્રો શહેરોમાં તમે પાંચ વખત ટ્રાન્જેક્શન શકો છો. મફત મર્યાદા પછી બેન્કો પ્રતિ ટ્રાન્જેક્શન 23 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. જો કોઈ ગ્રાહક ATM પર ખાતાનું બેલેન્સ ચેક કરે છે તો તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, જે પહેલા 6 રૂપિયા હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ રાજ્યોના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ રાજ્યોના પ્રવાસે છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની PM મુલાકાત લેશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાત લેશે. તથા મુંબઈમાં સવારે 10:30 કલાકે વેવ્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે PM વિશાખાપટ્ટનમની મુલાકાત લેશે તથા દરિયાઈ બંદર રાષ્ટ્રને સમર્પિત કરી સભા સંબોધશે. અમરાવતીમાં વિકાસકાર્યોનું ઉદ્ઘાટન-લોકાર્પણ કરશે તેમજ 58 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પણ વાંચો: Rashifal 1 May 2025 : આદિત્ય યોગને કારણે આ રાશિના લોકોને આજે સમૃદ્ધિ અને લાભ મળશે

Tags :
Advertisement

.

×