Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 4 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતમાં કમોસમી માવઠાની શરૂઆત થઇ જેમાં મહેસાણામાં કમોસમી માવઠું પડ્યું છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી
gujarati top news   આજે 4 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 4 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 4 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગુજરાતમાં કમોસમી માવઠાની શરૂઆત થઇ છે. જેમાં મહેસાણામાં કમોસમી માવઠું પડ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી તથા ખેડામાં સલામત સવારી એવી ST બસે 2નો ભોગ લીધો છે. જેમાં કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે અકસ્માત થયો તેમજ રાજ્ય સરકારે TDOની મોટા પાયે બદલી કરી છે. જેમાં 46 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઇ તથા મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં NEET UGની પરીક્ષા લેવાશે સહિતના તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો...

Advertisement

ગુજરાતમાં કમોસમી માવઠાની શરૂઆત થઇ

ગુજરાતમાં કમોસમી માવઠાની શરૂઆત થઇ છે. જેમાં મહેસાણામાં કમોસમી માવઠું પડ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. મોડી રાત્રે 2.30 વાગે મહેસાણામાં વરસાદ પડ્યો છે. જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પણ વરસાદ પડ્યો છે. જેમાં વડનગરમાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો છે.

Advertisement

ખેડામાં સલામત સવારી એવી ST બસે 2નો ભોગ લીધો

ખેડામાં સલામત સવારી એવી ST બસે 2નો ભોગ લીધો છે. જેમાં કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે અકસ્માત થયો છે. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. એસટી બસ કપડવંજથી માતાના મઢ કચ્છ જઈ રહી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો

બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુર, વડગામમાં પવન સાથે કરા પડ્યા છે. તથા ડીસા, લાખણી, દાંતીવાડામાં ભારે પવન ફૂંકાયો છે. જેમાં ભારે પવન અને વરસાદથી બાજરીના પાકને નુકસાનની ભીતિ છે. તથા પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજ્ય સરકારે TDOની મોટા પાયે બદલી કરી

રાજ્ય સરકારે TDOની મોટા પાયે બદલી કરી છે. જેમાં 46 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઇ છે. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે આદેશ કર્યા છે. જેમાં રાજ્યમાં 8 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થઇ છે. તેમાં કડી, ગારિયાધાર, બારેજાના ચીફ ઓફિસર બદલાયા તથા બાવળા, વંથલી, પ્રાંતિજની ચીફ ઓફિસરની બદલી સાથે સોનગઢ, રાજપીપળા નપાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે.

મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં NEET UGની પરીક્ષા લેવાશે

મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં NEET UGની પરીક્ષા લેવાશે. જેમાં NEET UG પરીક્ષા બપોરે 2થી 5 વાગ્યા સુધી યોજાશે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. એજન્સીએ પરીક્ષા માટે કડક માર્ગદર્શિકા અને સૂચનાઓ જારી કરી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સવારે 11 વાગ્યે રિપોર્ટિંગ કરવાનું રહેશે. દેશભરમાંથી 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. તથા રાજ્યમાંથી અંદાજે 70,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમજ અમદાવાદમાં 20થી વધારે પરીક્ષા કેન્દ્રો પર NEET UGની પરીક્ષા યોજાશે.

આ પણ વાંચો: Rashifal 4 May 2025 : રવિવારે લક્ષ્મી નારાયણ રાજયોગને કારણે આ 5 રાશિઓ ધનવાન બનશે

Tags :
Advertisement

.

×