Gujarati Top News : આજે 6 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 6 મે 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે 6 મે 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ છે તથા ગુજરાતના ત્રણ તાલુકામાં 1 ઇંચ વધુ વરસાદ આવ્યો છે. જેમાં ભાવનગરના સિહોરમાં પોણા બે ઇંચ વરસાદ, ગાંધીનગરના માણસામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેમજ વડોદરાના શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તથા અમદાવાદ શહેરમાં સાંજે 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો છે. અલગ અલગ વિસ્તારની અંદર 23 જેટલા ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે તથા વલસાડ જિલ્લામાં વરસાદ લગ્ન પ્રસંગોમાં વિલન બન્યો છે. જેમાં ગાડરિયામાં લગ્ન પ્રસંગે જ વરસાદ વરસતા લગ્ન મંડપમાં દોડધામ મચી હતી જેના ગુજરાતના તાજા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ છે. દક્ષિણ પાકિસ્તાન અને રાજસ્થાન વિસ્તારમાં અપરએર સાયક્લોનિક સેક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં 10 મે સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 144 તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. ગતરોજ રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. તેમજ કમોસમી વરસાદથી આઠ લોકોના મોત થયા છે.
ગુજરાતના ત્રણ તાલુકામાં 1 ઇંચ વધુ વરસાદ આવ્યો
ગુજરાતના ત્રણ તાલુકામાં 1 ઇંચ વધુ વરસાદ આવ્યો છે. જેમાં ભાવનગરના સિહોરમાં પોણા બે ઇંચ વરસાદ, ગાંધીનગરના માણસામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેમજ વડોદરાના શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ પડ્યો છે. 114 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. તેમજ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તથા અમદાવાદ શહેરમાં 23 જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે.
રાજ્યભરમાં કમોસમી વરસાદમાં 8 લોકોના મોત થયા
રાજ્યભરમાં કમોસમી વરસાદમાં 8 લોકોના મોત થયા છે. જેમાં વડોદરામાં એક રિક્ષા ચાલક પર વીજતાર અને બીજા પર કાટમાળ પડતા બંનેના મોત નિપજ્યા હતા. અરવલ્લીમાં વીજળી પડતા બે યુવકોના મોત નિપજ્યા છે. તથા અમદાવાદના ધોળકા હાઈવે પર રિક્ષા પર હોર્ડિંગ પડતા ચાલકનું મોત નિપજ્યું છે. અમદાવાદ શહેરમાં સાંજે 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો છે. અલગ અલગ વિસ્તારની અંદર 23 જેટલા ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે. મોડી રાત્રે શહેરભરમાં ભારે વરસાદ છે. આગામી ત્રણ દિવસમાં એક ઇંચથી વધારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે.
વલસાડ જિલ્લામાં વરસાદ લગ્ન પ્રસંગોમાં વિલન બન્યો
વલસાડ જિલ્લામાં વરસાદ લગ્ન પ્રસંગોમાં વિલન બન્યો છે. જેમાં ગાડરિયામાં લગ્ન પ્રસંગે જ વરસાદ વરસતા લગ્ન મંડપમાં દોડધામ મચી હતી. વરસતા વરસાદમાં લગ્નમાં વિઘ્ન પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા લગ્ન મંડપમાં નુકસાન થયુ છે. તેમજ વરસાદને કારણે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી ગયુ છે.
આ પણ વાંચો: Rashifal 6 May 2025: આજે લક્ષ્મી નારાયણ યોગથી આ રાશિઓને મળશે શુભ લાભ


