Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News : આજે 18 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : કચ્છના વાગડમાં પૌરાણિક ગુફા મળી આવી છે. જેમાં ધોરેશ્વર જાગીર પાસે નદીના કોતરમાં પૌરાણિક ગુફા છે તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગર આવશે. જેમાં 20 નવેમ્બરે ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે તેમજ અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે ત્રણ લોકો આગમાં ભડથું થયા છે. જેમાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ અને બાળકનું મોત થયુ તથા ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જફ્રેમ થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
gujarat news   આજે 18 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 18 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : કચ્છના વાગડમાં પૌરાણિક ગુફા મળી આવી છે. જેમાં ધોરેશ્વર જાગીર પાસે નદીના કોતરમાં પૌરાણિક ગુફા છે તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગર આવશે. જેમાં 20 નવેમ્બરે ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે તેમજ અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે ત્રણ લોકો આગમાં ભડથું થયા છે. જેમાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ અને બાળકનું મોત થયુ તથા ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જફ્રેમ થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

કચ્છના વાગડમાં પૌરાણિક ગુફા મળી આવી

કચ્છના વાગડમાં પૌરાણિક ગુફા મળી આવી છે. જેમાં ધોરેશ્વર જાગીર પાસે નદીના કોતરમાં પૌરાણિક ગુફા છે. ગ્રામજનોએ ખોદકામ કરતાં ગુફા મળી આવી છે. તથા ગુફામાં પથ્થર પર ત્રિશૂળનું નિશાન કોતરાયેલું છે. ગુફામાંથી સિંહના ચિત્ર સાથે મૂર્તિઓ મળી આવી છે. તેમજ ગુફામાં પાંડવો રહેતા હતા એવી લોકવાયકા છે. તથા પુરાતત્વ વિભાગ દ્વારા સર્વેક્ષણ કરાય તેવી માગ છે.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગર આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગર આવશે. જેમાં 20 નવેમ્બરે ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે. તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. લોકાર્પણ બાદ નારી ચોકડી ખાતે સભાને સંબોધન કરશે. તથા કાર્યક્રમમાં 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો હાજર રહેશે.

અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે ત્રણ લોકો આગમાં ભડથું

અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે ત્રણ લોકો આગમાં ભડથું થયા છે. જેમાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ અને બાળકનું મોત થયુ છે. એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત ત્રણ લોકો ભડથું થયા છે. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી. જેમાં આગળ બેઠેલા ચાલક અને બાળકના સબંધીનો બચાવ થયો છે. તથઆ એક દિવસના બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. જેમાં મોડાસા પાલિકાની ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અરવલ્લીના મોડાસાની મુલાકાતે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અરવલ્લીના મોડાસાની મુલાકાતે છે. જેમાં જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપ નેતા, કાર્યકરો સાથે સંમેલન કરશે. તેમજ જગદીશભાઈ ખેતરે ખેતરે જઈ ખેડૂતો સાથે સંવાદ કરશે. જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પહેલા મુલાકાત મહત્વની છે.

ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જફ્રેમ થશે

ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જફ્રેમ થશે. જેમાં આરોપી તથ્ય પટેલ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયામાં ચારજફ્રેમનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો: Rashifal 18 November 2025: શુભ સુનાફ યોગ રચાતા આ રાશિઓને થશે મોટો ફાયદો

Tags :
Advertisement

.

×