Gujarat News : આજે 19 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 19 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : દેશના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ભેટ આપશે. જેમાં PM કિસાન સહાય નિધિનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે તથા વડોદરામાં મોડી રાત્રે હોટલમાં આગનો બનાવ બન્યો છે. જેમાં મધુનગર નજીક 'તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ'માં ભીષણ આગ લાગી તથા ગાંધીનગરમાં CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં ટેકાના ભાવે ખરીદી, કૃષિ સહાય પેકેજ પર સમીક્ષા થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ પર સમીક્ષા થશે તેમજ પોરબંદર કીર્તિમંદિર પોલીસે આરોપીને કાયદાના પાઠ શીખવ્યા છે. જેમાં મારામારીના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
દેશના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ભેટ આપશે
દેશના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ભેટ આપશે. જેમાં PM કિસાન સહાય નિધિનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે. તેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, Dy.CM હર્ષભાઈ સંઘવી હાજર રહેશે.
વડોદરામાં મોડી રાત્રે હોટલમાં આગનો બનાવ બન્યો
વડોદરામાં મોડી રાત્રે હોટલમાં આગનો બનાવ બન્યો છે. જેમાં મધુનગર નજીક 'તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ'માં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થયુ છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહીં. તથા ફાયર ફાઇટર દ્વારા આગને કાબુમાં લેવાઈ છે.
ગાંધીનગરમાં CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે
ગાંધીનગરમાં CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળશે. જેમાં ટેકાના ભાવે ખરીદી, કૃષિ સહાય પેકેજ પર સમીક્ષા થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ પર સમીક્ષા થશે. તથા એકતા યાત્રા સહિતના કાર્યક્રમોની પણ સમીક્ષા કરાશે. તેમજ રાજ્ય સરકારની ચિંતન શિબિર સંદર્ભે સમીક્ષા કરાશે.
પોરબંદર કીર્તિમંદિર પોલીસે આરોપીને કાયદાના પાઠ શીખવ્યા
પોરબંદર કીર્તિમંદિર પોલીસે આરોપીને કાયદાના પાઠ શીખવ્યા છે. જેમાં મારામારીના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે. તથા આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. જેમાં આરોપી રિયાઝનું કિર્તીમંદિરે પોલીસે સરઘસ કાઢ્યું છે. ચુનાના ભઠ્ઠા નજીક યુવકને ત્રણેયે ઢોર માર માર્યો હતો. તથા સમાધાન કરવાના બહાને બોલાવી માર માર્યો હતો. ભોગ બનનારે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સમીર ઉર્ફે ટારજન ગરાણા અને નાદિર પઠાણ ફરાર છે.
આ પણ વાંચો: Rashifal 19 November 2025: બુધાદિત્ય યોગ રચાતા આ રાશિઓને બૌદ્ધિક લાભ પ્રદાન કરશે


