ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat News : આજે 28 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : સાબરકાંઠાના હિંમતનગરમાં માથાસુલિયા નજીક અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં ત્રણના મોત નિપજયા, એક ઘાયલ થયો તથા રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ થયો તેમજ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે તથા અમદાવાદના સરખેજની હોસ્પિટલમાં યુવકે આત્મદાહ કર્યો છે. જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
08:02 AM Nov 28, 2025 IST | SANJAY
Gujarat : સાબરકાંઠાના હિંમતનગરમાં માથાસુલિયા નજીક અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં ત્રણના મોત નિપજયા, એક ઘાયલ થયો તથા રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ થયો તેમજ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે તથા અમદાવાદના સરખેજની હોસ્પિટલમાં યુવકે આત્મદાહ કર્યો છે. જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 28 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : સાબરકાંઠાના હિંમતનગરમાં માથાસુલિયા નજીક અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં ત્રણના મોત નિપજયા, એક ઘાયલ થયો તથા રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ થયો તેમજ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે તથા અમદાવાદના સરખેજની હોસ્પિટલમાં યુવકે આત્મદાહ કર્યો છે. જેમાં આલનૂર હોસ્પિટલમાં યુવતી સાથે ઝઘડો કર્યા બાદ પેટ્રોલ છાંટ્યુ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

સાબરકાંઠાના હિંમતનગરમાં માથાસુલિયા નજીક અકસ્માત

સાબરકાંઠાના હિંમતનગરમાં માથાસુલિયા નજીક અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં ત્રણના મોત નિપજયા, એક ઘાયલ થયો છે. શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર આ અકસ્માત સર્જાયો છે. કાર અચાનક રોડ સાઈડ પલટી જતા અકસ્માત સર્જાયો છે.
ઘાયલને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર લોકો અમદાવાદના હોવાની પ્રાથમિક વિગત છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલ દર્દી સારવાર માટે આવે અને ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા છે. દર્દીના સગા દ્વારા ડોક્ટરને જગાડી સારવાર આપવા જણાવ્યુ હતુ. જોકે ત્યારે પણ ડોક્ટર નીંદરમાં ફાઇલ લઈ વાંચતો જોવા મળ્યા હતા. રાત્રિ ડ્યુટી કરતા ડોક્ટરો અનેક વખત વિવાદ આવ્યા છે.

સુરતમાં કાપડ બજારમાં છેતરપિંડી કરતુ દંપતી ઝડપાયું

સુરતમાં કાપડ બજારમાં છેતરપિંડી કરતુ દંપતી ઝડપાયું છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે કુમાવત દંપતીની ધરપકડ કરી છે. દંપતી રાજસ્થાન, દિલ્હી અને મુંબઈમાં છુપાયા હતા. કાપડ બજારના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરી છે. પત્ની મમતા દેવીને સલાબતપુરા પોલીસને સોંપવામાં આવી છે. જેમાં લોકો પાસેથી માલ લઈને દંપતી ફરાર થઈ ગયું હતું. તથા વારંવાર દુકાન અને ઘરનું સરનામું પણ બદલતા રહેતા હતા. કુમાવત દંપતીએ અત્યાર સુધીમાં 2.45 કરોડની ઠગાઈ આચરી છે. મમતા દેવીએ પોતાનું નામ બદલીને ભારતી દેવી રાખ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે બંનેને ગોડાદરાથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ED એ મનસુખ સાગઠીયા સામે ફરિયાદ નોંધાવી છે. મનસુખ સાગઠીયા સામે મની લોન્ડરિંગની ફરિયાદ થઇ છે. ED એ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
24 તારીખ હાજર રહેવા મનસુખ સાગઠીયાને નોટિસ છે. તથા PMLA એક્ટ હેઠળ 21.61 કરોડની મિલકત જપ્ત કરાઇ છે.

અમદાવાદના સરખેજની હોસ્પિટલમાં યુવકે આત્મદાહ કર્યો

અમદાવાદના સરખેજની હોસ્પિટલમાં યુવકે આત્મદાહ કર્યો છે. જેમાં આલનૂર હોસ્પિટલમાં યુવતી સાથે ઝઘડો કર્યા બાદ પેટ્રોલ છાંટ્યુ છે. તેમજ યુવતીને મળ્યા બાદ પેટ્રોલ નાખી લાઇટર વડે આગ લગાડી હતી. યુવકે સળગ્યા બાદ પહેલા માળેથી કૂદકો માર્યો હતો. પોતાની જાતને સળગાવતા પહેલા મૃતકે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. કામરાન પઠાણ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. આલનૂર હોસ્પિટલમાં પરિચીત યુવતીને મળવા આવ્યો હતો. તથા યુવતીને અવારનવાર હેરાન કરતો હોવાનો પણ મૃતક પર આરોપ છે તથા સરખેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો: Rashifal 28 November 2025: આજનો શુક્રવાર આ રાશિ માટે ધન યોગ સાથે લાભદાયી રહેશે

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article