Gujarati Top News : આજે 10 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 10 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાત ભાજપનું સુકાન સંભાળતા જ જગદીશ વિશ્વકર્મા એક્શનમાં છે. જગદીશ વિશ્વકર્મા અંબાજીથી સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરશે તથા રાજકોટમાં ઢોર માલિકોની દાદાગીરી જોવા મળી છે. જેમાં ઢોર પકડ પાર્ટીએ પકડેલા ઢોર છોડાવી ગયા હતા. પોલીસની નજર સામે જ ઢોરને છોડાવી લઈ ગયા હતા તેમજ રાજકોટ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે. જેમાં બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને લઈ નિણર્ય લેવામાં આવશે તથા દાંતા સીટ ઉપર બનાસ ડેરીની ચૂંટણી યોજાશે. તથા દાંતા ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ છે તેમજ વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત 201 નવીન બસનું લોકાર્પણ થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાત ભાજપનું સુકાન સંભાળતા જ જગદીશ વિશ્વકર્મા એક્શનમાં
ગુજરાત ભાજપનું સુકાન સંભાળતા જ જગદીશ વિશ્વકર્મા એક્શનમાં છે. જગદીશ વિશ્વકર્મા અંબાજીથી સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરશે. તેમાં 10-17 ઓક્ટોબર દરમિયાન જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રવાસ કરશે. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. તેમજ પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તથા ગુજરાત પ્રવાસ દરમિયાન 6 મહાસંમેલનમાં કાર્યકરોને સંબોધન કરશે. તથા ગુજરાત પ્રવાસ દરમિયાન ધાર્મિક સ્થાનોમાં દર્શન અને પૂજા કરશે.
રાજકોટમાં ઢોર માલિકોની દાદાગીરી જોવા મળી
રાજકોટમાં ઢોર માલિકોની દાદાગીરી જોવા મળી છે. જેમાં ઢોર પકડ પાર્ટીએ પકડેલા ઢોર છોડાવી ગયા હતા. પોલીસની નજર સામે જ ઢોરને છોડાવી લઈ ગયા હતા. મેંગો માર્કેટ પાસે રખડતા 5 ઢોર ડબ્બામાં પૂર્યા હતા. જેમાં પોલીસ સાથે બોલાચાલી કરીને ઢોર છોડાવી ભાગી છૂટ્યા હતા. પોલીસે રોકવાનો પ્રયત્ન કરવા છતા ઢોર છોડાવી ગયા છે.
રાજકોટ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે
રાજકોટ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે. જેમાં બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને લઈ નિણર્ય લેવામાં આવશે. 84 જેટલા મુદ્દાઓને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે. તથા 252 મહિલા રહી શકે તેવી હોસ્ટેલ બનાવવા દરખાસ્ત કરાઈ છે. તેમજ ભાદર ડેમથી રાજકોટ સુધી નવી પાઈપલાઈન નાખવા દરખાસ્ત છે.
દાંતા સીટ ઉપર બનાસ ડેરીની ચૂંટણી યોજાશે
દાંતા સીટ ઉપર બનાસ ડેરીની ચૂંટણી યોજાશે. તથા દાંતા ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ છે. થોડા દિવસ પહેલા અમુક ગામના લોકોએ વિરોધ કર્યો હતો. કેટલાક ગામોમાં ડેરીનું દૂધ સેન્ટર પણ બંધ કરાયું છે.
વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત 201 નવીન બસનું લોકાર્પણ થશે
વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત 201 નવીન બસનું લોકાર્પણ થશે. તથા ગૃહ રાજ્યમંત્રી "સરદાર @150 યુનિટી માર્ચ" પર પ્રેસ કોન્ફરન્સ કરશે. તથા હર્ષભાઈ સંઘવી અભિયાનના વિઝન, કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપશે.


