Gujarati Top News : આજે 12 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 12 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં ગાંધીનગરના મહુડીમાં વિકાસ રથનો પ્રારંભ કરાવશે તથા ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતોનો વિવાદ મામલો સામે આવ્યો સંસ્કારી નગરી વડોદરામાં ગરબાનો અનોખો રેકોર્ડ સર્જાયો છે. પંદર વર્ષનો અનુભવ ધરાવતી વ્યાવસાયિક નૃત્ય કોરિયોગ્રાફર મનીષા સૈનીએ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું તથા તહેવારને લઈને ભાવનગર પોલીસ આખરે એક્શનમાં આવી છે. ગેરકાયદે ચાલતા ધંધાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું તેમજ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં ગાંધીનગરના મહુડીમાં વિકાસ રથનો પ્રારંભ કરાવશે. તથા આશ્રમ ચોકડીથી મહુડી ફોરલેન રોડનું લોકાર્પણ કરશે. મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં દર્શન કરશે. તેમજ વીજાપુરમાં સરદાર પટેલ કો.ઓ. ક્રેડિટ સોસાયટીની રજત જયંતિમાં હાજરી આપશે. તથા વીસનગરમાં 'આજની ઘડી તે રળિયામણી' કાર્યક્રમમાં હાજર રહેશે
સંસ્કારી નગરી વડોદરામાં ગરબાનો અનોખો રેકોર્ડ સર્જાયો
સંસ્કારી નગરી વડોદરામાં ગરબાનો અનોખો રેકોર્ડ સર્જાયો છે. પંદર વર્ષનો અનુભવ ધરાવતી વ્યાવસાયિક નૃત્ય કોરિયોગ્રાફર મનીષા સૈનીએ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. તેમણે સતત 24 કલાક અને 7 મિનિટ સુધી પરંપરાગત ઢબે પ્રાચીન ગરબા રજૂ કર્યા હતા. ‘લોન્ગેસ્ટ ડ્યુરેશન ઓફ ગરબા ડાન્સ પર્ફોર્મ્ડ બાય એન ઇન્ડિવિડ્યુઅલ’ કેટેગરીમાં એશિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતોનો વિવાદ મામલો
ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતોનો વિવાદ મામલો સામે આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી વિવાદ મામલે જવાબ આપ્યો છે. તેમાં પરમિશન વગર 100 લોકોનું ટોળું જીએમની ચેમ્બરમાં ઘસી આવ્યાનો ઉલ્લેખ છે. તેમાં પાઠશાળાના બાળકો દ્વારા કરવામાં આવેલા મંત્રોચારનો વિરોધ અમુક લોકો દ્વારા કરવામ આવ્યાનો ઉલ્લેખ છે. તેમજ બાળકોને ફરી ક્યારેય મંદિરમાં મંત્રોચાર જાપ કરવા દેવામાં ન આવે તેવી ગેર વ્યાજબી માંગ કરાઇ હોવાનો ટ્રસ્ટ દ્વારા આ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે.
તહેવારને લઈને ભાવનગર પોલીસ આખરે એક્શનમાં આવી
તહેવારને લઈને ભાવનગર પોલીસ આખરે એક્શનમાં આવી છે. ગેરકાયદે ચાલતા ધંધાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. અક્ષરવાડી મંદિર સામે આવેલા કોમ્પ્લેક્સમાં પોલીસે દરોડા પાડ્યા છે. તેમાં ઈવા સુરભી નામના શોપિંગ મોલમાં ચાલતા સ્પામાં તપાસ હાથ ધરી છે. તેમાં પોલીસે ત્રણ જેટલા સ્પામાં ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસે એક પછી એક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.
સુરતમાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાશે
સુરતમાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાશે. જેમાં બારડોલી કડોદરા રોડ મેદાનમાં કાર્યક્રમ યોજાશે. તેમાં ભાજપ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા હાજર રહેશે. તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ હાજર રહેશે. તથા સુરત સાંસદ, તાપીના ધારાસભ્ય સહિત કાર્યકરો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: Rashifal 12 October 2025: રાજયોગનું શુભ સંયોજન આ રાશિઓને લાભ અને ખુશી અપાવશે


