Gujarati Top News : આજે 13 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 13 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : બોટાદના હડદડ ગામે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણના મામલે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી તથા નવસારીમાં વિદ્યુતસહાયકો હજુ નોકરીથી વંચિત છે. DGVCLની પરીક્ષામાં પાસ છતાં નોકરીએ ન રાખતા વિરોધ થયો તેમજ પ્રદેશના નવનિયુક્ત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 14 ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાત કરશે તથા જામનગરમાં દિવાળીના તહેવારોને લઈ પોલીસ એલર્ટ થઇ છે. તેમજ જામનગર શહેર અને જિલ્લામાં પોલીસની કોમ્બિંગ નાઈટ છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
બોટાદના હડદડ ગામે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ મામલે પોલીસે તપાસ હાથ ધરી
બોટાદના હડદડ ગામે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણના મામલે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે AAP દ્વારા ખેડૂતોની પંચાયત સભાનું આયોજન કરાયું હતુ. પંચાયત સભામાં પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેમાં પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. હાલ હડદડ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ હડદડ ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે. રેન્જ આઈજી સહિતના પોલીસ કાફલાએ મામલો થાળે પાડ્યો છે.
નવસારીમાં વિદ્યુતસહાયકો હજુ નોકરીથી વંચિત
નવસારીમાં વિદ્યુતસહાયકો હજુ નોકરીથી વંચિત છે. DGVCLની પરીક્ષામાં પાસ છતાં નોકરીએ ન રાખતા વિરોધ થયો છે. વિદ્યુતસહાયકના સમર્થનમાં ધારાસભ્ય અનંત પટેલ આવ્યા છે. તેમજ અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.
ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 14 ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે
પ્રદેશના નવનિયુક્ત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 14 ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે, પ્રદેશ ભાજપ પ્રમુખની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે, ત્યારે બંને મહાનુભાવોના ભવ્ય સ્વાગત માટે વડોદરા શહેર ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. શહેરના કારેલીબાગ અંબાલાલ મેદાન ખાતે જાહેર સભાનું પણ આયોજન કરાયું છે.
જામનગરમાં દિવાળીના તહેવારોને લઈ પોલીસ એલર્ટ થઇ
જામનગરમાં દિવાળીના તહેવારોને લઈ પોલીસ એલર્ટ થઇ છે. તેમજ જામનગર શહેર અને જિલ્લામાં પોલીસની કોમ્બિંગ નાઈટ છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં પોલીસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ, વાહનોમાં બ્લેક કાચ મામલે પોલીસની કાર્યવાહી થઇ છે. તથા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા સામે દંડનીય કાર્યવાહી થઇ છે. મોડી રાત્રે લુખ્ખાગીરી કરનારાઓ પર પોલીસની લાલ આંખ છે. પોલીસની નાઈટ ડ્રાઈવમાં અનેક વાહનચાલકો દંડાયા છે.
આ પણ વાંચો: Rashifal 13 October 2025: શુક્રાદિત્ય યોગથી આ રાશિના લોકોને થશે જોરદાર લાભ


