Gujarati Top News : આજે 14 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 14 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં તત્કાલિન TPO મનસુખ સાગઠિયાને HCની મોટી રાહત મળી તથા ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. આનંદનગરના ગુણાતીતનગરમાં ત્રણ માળીયા બિલ્ડીંગ અચાનક ધરાશયી થતા ત્રણ લોકો દબાયા હતા તેમજ હવે EPF ખાતામાંથી આખી રકમ ઉપાડી શકાશે. EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ જાહેરાત કરી તથા વડોદરામાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાશે તેમજ MLA હાર્દિક પટેલ સામેના કેસ મુદ્દે આજે સુનાવણી થશે. અનામત આંદોલન સમયના કેસમાં સુનાવણી છે તેમજ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં તત્કાલિન TPO મનસુખ સાગઠિયાને HCની મોટી રાહત મળી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં હાઇકોર્ટે જામીન આપ્યા છે. અગાઉ બે કેસમાં મનસુખ સાગઠિયાને જામીન મળી ચુક્યા છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સાગઠિયાને જામીન મળ્યા હતા. ખોટી મિનિટ્સ બુક કેસમાં પણ સાગઠિયાને જામીન મળ્યા હતા.
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશાયી થયું
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. આનંદનગરના ગુણાતીતનગરમાં ત્રણ માળીયા બિલ્ડીંગ અચાનક ધરાશયી થતા ત્રણ લોકો દબાયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. લાંબા સમયથી જર્જરીત બિલ્ડીંગ હોઈ તેને તંત્ર દ્વારા નોટિસ આપી નળ અને લાઈટ કનેક્શન કટ કરી દેવાયા સહીતની કાર્યવાહી કરાઈ હતી. તેવામાં રાત્રીના અચાનક ધડાકાભેર ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશયી થતા 3 લોકો નીચે દબાતા ફાયર, પોલીસ, 108, PGVCL સહીતની ટીમ ઘટના સ્થળે પહોચી રેસ્ક્યુ કામગિરી હાથ ધરી હતી. ફાયર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરી એક પુરુષ અને એક મહિલાને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે એક યુવાન નીચે કાટમાળમાં ઊંડે સુધી ફસાઈ જતા ત્રણથી ચાર કલાકની ભારે જહેનત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવનનું સસારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે.
હવે EPF ખાતામાંથી આખી રકમ ઉપાડી શકાશે
હવે EPF ખાતામાંથી આખી રકમ ઉપાડી શકાશે. EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં આ જાહેરાત કરી છે. જેમાં કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનેક રાહતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો નોકરી કરતા વ્યક્તિઓ માટે તેમના EPF ભંડોળ ઉપાડવાનું પહેલા કરતાં વધુ સરળ બનાવશે. આ બેઠકમાં 13 જટિલ જોગવાઈઓ એક જ નિયમમાં વિલીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે.
વડોદરામાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાશે
વડોદરામાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમારોહ થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાશે. 500 કાર અને 2000 બાઇકની રેલી સાથે સ્વાગત થશે. ફૂલહારને બદલે પુસ્તકો વડે સ્વાગતનો અનોખો પ્રયાસ છે. કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે અભિવાદન સમારોહ છે.
MLA હાર્દિક પટેલ સામેના કેસ મુદ્દે આજે સુનાવણી થશે
MLA હાર્દિક પટેલ સામેના કેસ મુદ્દે આજે સુનાવણી થશે. અનામત આંદોલન સમયના કેસમાં સુનાવણી છે. હાર્દિક પટેલ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં ગ્રામ્ય કોર્ટમાં હાજર રહે તો ચાર્જ ફ્રેમ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: Rashifal 14 October 2025: આ રાશિઓ માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે, ગૌરી યોગથી મળશે શુભ લાભ


