Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 15 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 15 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : બોટાદના હડદડ ગામે પોલીસ-AAP વચ્ચે ઘર્ષણ મામલે હડદડ ઘટનાના 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં 65 પૈકી 18 આરોપીઓના પોલીસે રિમાન્ડ માગ્યા હતા. તથા ગુજરાત પ્રદેશ...
gujarati top news   આજે 15 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 15 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : બોટાદના હડદડ ગામે પોલીસ-AAP વચ્ચે ઘર્ષણ મામલે હડદડ ઘટનાના 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં 65 પૈકી 18 આરોપીઓના પોલીસે રિમાન્ડ માગ્યા હતા. તથા ગુજરાત પ્રદેશ ભાજપ નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટના કાર્યક્રમમાં જશે. સાંજે 5 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે આગમન થશે તેમજ કલોલમાં સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી છે. જેમાં કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની તેમજ ગાંધીનગરમાં 51 વર્ષીય મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારી છે. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતાઓની બેઠક મળશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપ નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટ

ગુજરાત પ્રદેશ ભાજપ નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટના કાર્યક્રમમાં જશે. સાંજે 5 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે આગમન થશે. હીરાસરથી કુવાડવા GIDC પાસે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે. કુવાડવાથી 200 કારના કાફલા સાથે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવશે. શહેર ભાજપ દ્વારા 500 થી વધુ ફાઇલના કાફલા સાથે રોડ શો શરૂ થશે. જેમાં ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ મેદાન સુધી રોડ શો થશે.

Advertisement

બોટાદના હડદડ ગામે પોલીસ-AAP વચ્ચે ઘર્ષણ મામલે હડદડ ઘટનાના 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ

બોટાદના હડદડ ગામે પોલીસ-AAP વચ્ચે ઘર્ષણ મામલે હડદડ ઘટનાના 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાં 65 પૈકી 18 આરોપીઓના પોલીસે રિમાન્ડ માગ્યા હતા. તથા 18 આરોપીઓના 20 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર છે. 65 પૈકી 47 આરોપીઓને જેલના હવાલે કરાયા છે. તથા 85 પૈકી 65 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

ગાંધીનગરમાં 51 વર્ષીય મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું

ગાંધીનગરમાં 51 વર્ષીય મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું છે. જેમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. સગા ભાઈએ મારી નાખવાની ધમકી આપ્યાનો મહિલાનો આક્ષેપ છે. જેમાં
પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાઈ હોવાનો મહિલાનો આક્ષેપ છે. પાડોશી પણ પરેશાન કરતા હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો છે.

કલોલમાં સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી

કલોલમાં સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી છે. જેમાં કલોલના સાંતેજ જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની છે. જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં તથા ફાયર બ્રિગેડની 7 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારી છે. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતાઓની બેઠક મળશે. તથા અમરેલીના સાવરકુંડલા ખાતે કોંગ્રેસની બેઠક મળશે. જેમાં લલિત વસોયા, દિનેશ મકવાણા, પ્રતાપ દુધાત હાજર રહેશે.

AAP પ્રદેશ પ્રમુખ વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે

AAP પ્રદેશ પ્રમુખ વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે છે. વાવ-થરાદ અને સૂઈગામના ગામોની મુલાકાત લેશે. તથા પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સૂઈગામ પહોંચશે. જેમાં ઈસુદાન ગઢવી સૂઈગામ ખાતે જનસભા સંબોધશે.

રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની આજે પૂર્ણાહુતિ

રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની આજે પૂર્ણાહુતિ છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ સમારોહમાં ઉપસ્થિત રહેશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહેશે. જેમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમારોહ યોજાશે.

Tags :
Advertisement

.

×