Gujarati Top News : આજે 16 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 16 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ પહોંચ્યા છે. જેમાં આજે મંત્રીમંડળ વિસ્તરણને લઈ મહત્વની બેઠક મળી શકે છે તથા ડાંગના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આયોજન થશે તેમજ જુનાગઢની લીલી પરિક્રમાને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં તમામ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે તથા દિવાળીના પર્વને લઈને હરેકૃષ્ણ મંદિરમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. અન્નકૂટના પ્રસાદ સાથે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ તેમજ કચ્છના આદિપુરમાં ભેદી ધડાકાથી ભયનો માહોલ છે. ભેદી અવાજ સંભળાતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ પહોંચ્યા
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ પહોંચ્યા છે. જેમાં આજે મંત્રીમંડળ વિસ્તરણને લઈ મહત્વની બેઠક મળી શકે છે. તથા બેઠકમાં સંગઠન મંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે. તથા બેઠકમાં મંત્રીઓના રાજીનામ લેવાની કાર્યવાહી થઈ શકે છે. આ બેઠક બાદ ભાજપ આગેવાનો અને હોદ્દેદારો રાજભવન જઇ શકે છે. શુક્રવારે નવા મંત્રીઓની શપથ ગ્રહણ યોજાય તેવી શક્યતા છે. તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા શપથમાં ઉપસ્થિત રહી શકે છે.
ડાંગના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાશે
ડાંગના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આયોજન થશે. વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં સભા યોજાશે.
જુનાગઢની લીલી પરિક્રમાને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
જુનાગઢની લીલી પરિક્રમાને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં તમામ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. તથા સૂચનો અંગે અધિકારીઓની કામગીરીની ચર્ચા કરાશે. પહેલી નવેમ્બરથી ચાર નવેમ્બર સુધી પરિક્રમા ચાલશે.
દિવાળીના પર્વને લઈને હરેકૃષ્ણ મંદિરમાં વિવિધ કાર્યક્રમ યોજાશે
દિવાળીના પર્વને લઈને હરેકૃષ્ણ મંદિરમાં વિવિધ કાર્યક્રમ યોજાશે. અન્નકૂટના પ્રસાદ સાથે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી વિશેષ કાર્યક્રમો યોજાશે. નવા વર્ષની સંધ્યાએ અંતર્ગત સાંકૃતિક કાર્યક્રમો કરવામાં આવશે.
કચ્છના આદિપુરમાં ભેદી ધડાકાથી ભયનો માહોલ
કચ્છના આદિપુરમાં ભેદી ધડાકાથી ભયનો માહોલ છે. ભેદી અવાજ સંભળાતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ છે કે અન્ય કોઈ બાબત તે અંગે કોઈ નોંધ નહી. તેમજ સોશિયલ મીડિયામાં ભેદી ધડાકાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: Rashifal 16 October 2025: આ રાશિના જાતકોને આજે ઉભયચારી યોગથી લાભ થશે


