Gujarati Top News : આજે 19 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 19 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદના શાસ્ત્રીનગરમાં BRTS પર પથ્થરમારો થયો છે. જેમાં કોઈ વાહનને અડી જતા સ્થાનિકોએ હુમલો કર્યો છે. તથા કાળી ચૌદશ નિમિતે સાળંગપુર મંદિરે વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં સાળંગપુર મંદિરમાં સવારે મારૂતિ યજ્ઞ યોજાશે તેમજ અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજ સામે વિરોધના સૂર છે. 150 એડહોક પ્રોફેસરને નોકરીમાંથી બરતરફ કરવાનો નિર્ણય તથા કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું તેમજ સુરતમાં દિવાળી, છઠપૂજા અને બિહાર ઇલેક્શનને લઈ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ તથા ડભોડીયા હનુમાનજી મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદના શાસ્ત્રીનગરમાં BRTS પર પથ્થરમારો
અમદાવાદના શાસ્ત્રીનગરમાં BRTS પર પથ્થરમારો થયો છે. જેમાં કોઈ વાહનને અડી જતા સ્થાનિકોએ હુમલો કર્યો છે. તેમજ પથ્થરમારામાં BRTS બસને મોટુ નુકસાન થયું છે. તથા ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઇ છે. રાહદારીને અડફેટે લેતા સ્થાનિક લોકોએ બસ પર પથ્થર મારો કર્યા અને ડ્રાઇવર દારૂ નશામાં હોવાના આક્ષેપ છે.
કાળી ચૌદશ નિમિતે સાળંગપુર મંદિરે વિશેષ કાર્યક્રમ યોજાશે
કાળી ચૌદશ નિમિતે સાળંગપુર મંદિરે વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં સાળંગપુર મંદિરમાં સવારે મારૂતિ યજ્ઞ યોજાશે. 500 પાટલા પર ભક્તો બેસી યજ્ઞમાં ભાગ લેશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જામી છે.
અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજ સામે વિરોધના સૂર
અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજ સામે વિરોધના સૂર છે. 150 એડહોક પ્રોફેસરને નોકરીમાંથી બરતરફ કરવાનો નિર્ણય છે. જેમાં LD એન્જિનિયરિંગ કોલેજના નિર્ણય સામે માહોલ ગરમાયો છે.
કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું
કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું છે. કેમ ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં ક્યુ મારો આભાર માનો. ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ ભાભર પહોચ્યા હતા. ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા સ્વાગત કાર્યક્રમ રખાયો હતો.
સુરતમાં સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો
સુરતમાં દિવાળી, છઠપૂજા અને બિહાર ઇલેક્શનને લઈ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ છે. જેમાં ભીડને પહોંચી વળવા આરપીએફ, રેલવે અને ઉધના પોલીસ જવાનો વ્યવસ્થામાં તૈનાત છે. અવ્યવસ્થા ન સર્જાય તે માટે રેલ્વે વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા છે. તથા ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ છે. મુસાફરોના ભારે ઘસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા ટ્રેનોની પણ વ્યવસ્થા છે. તેમજ મોડી રાતથી સ્ટેશન પર મુસાફરોનો જમાવડો છે. યુપી, બિહાર સહિત ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. મુસાફરો માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા છે.
ડભોડીયા હનુમાનજી મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે આવેલા પ્રાચીન સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરની વાત કરીએ. આજે, કાળી ચૌદશના પવિત્ર પ્રસંગે, મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ 12 વાગ્યે યોજાયેલી આ આરતીમાં હજારો ભક્તો ઉમડી આવ્યા. જેમણે દાદાના દર્શનનો લાભ લીધો. ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિન પટેલ પણ આ પવિત્ર દર્શન માટે પહોંચ્યા હતા. તેઓએ મંદિરના પ્રસંગમાં ભાગ લઈને ભક્તિમાં ડૂબી ગયા. મંદિરને વિવિધ રંગબેરંગી લાઇટોના આભૂષણથી સજાવવામાં આવ્યું હતું.જેના કારણે આખું વાતાવરણ દિવ્ય લાગતું હતું. માત્ર સ્થાનિક લોકો જ નહીં, પણ દૂર દૂરથી ભક્તોએ દર્શન કરવા આવ્યા હતા. આ તકે, પ્રખ્યાત લોકગાયક જીગ્નેશ કવિરાજના ડાયરાનું પણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સુખડીના પ્રસાદનું વિશેષ મહત્વ રહ્યું, જે દરેક ભક્તને વિતરિત કરવામાં આવ્યો.
આ પણ વાંચો: Rashifal 19 October 2025: આજનો દિવસ આ રાશિઓ માટે ફાયદાકારક રહેશે, બુધાદિત્ય યોગ કરાવશે લાભ


