Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 20 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : આજે ગુજરાત સહિત દેશભરમાં પ્રકાશ પર્વ દિવાળીની ધામધૂમથી ઉજણી થશે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને યજ્ઞનું આયોજન છે તથા ગાંધીનગરના જૈન તીર્થસ્થાન મહુડી ખાતે વિશેષ હોમ યજ્ઞ થશે.
gujarati top news   આજે 20 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 20 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે ગુજરાત સહિત દેશભરમાં પ્રકાશ પર્વ દિવાળીની ધામધૂમથી ઉજણી થશે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને યજ્ઞનું આયોજન છે તથા ગાંધીનગરના જૈન તીર્થસ્થાન મહુડી ખાતે વિશેષ હોમ યજ્ઞ થશે. વર્ષમાં એક વખત શ્રી ઘંટાકર્ણ મહાવીરનો ચમત્કારિક હવન થશે તેમજ રાજકોટમાં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ થઇ છે. જેમાં જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિના મોત થયા તથા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે JITO દ્વારા 186 લકઝરી કાર ખરીદી કરી ચર્ચામાં આવ્યું છે તેમજ જૂનાગઢમાં સિંહની પજવણી રોકવા વન વિભાગ સજ્જ છે. નવ દિવસ સુધી વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

આજે ગુજરાત સહિત દેશભરમાં પ્રકાશ પર્વ દિવાળીની ધામધૂમથી ઉજણી

આજે ગુજરાત સહિત દેશભરમાં પ્રકાશ પર્વ દિવાળીની ધામધૂમથી ઉજણી થશે. સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને યજ્ઞનું આયોજન છે. દિવાળીમાં પૂજા મૂહુર્તનો સમય બપોરે 12.13થી 12.59નો છે. લક્ષ્મી પૂજન મૂહુર્ત સાંજે 4.00થી 8.55 કલાકનો છે. જેમાં ચોપડા પૂજન મૂહુર્ત 3.45થી સાંજે 8 અને રાત્રે 11થી 12.36 સુધી રહેશે.

Advertisement

ગાંધીનગરના જૈન તીર્થસ્થાન મહુડી ખાતે વિશેષ હોમ યજ્ઞ થશે

ગાંધીનગરના જૈન તીર્થસ્થાન મહુડી ખાતે વિશેષ હોમ યજ્ઞ થશે. વર્ષમાં એક વખત શ્રી ઘંટાકર્ણ મહાવીરનો ચમત્કારિક હવન થશે. મહુડી ખાતે આજે 12:39 કલાકે શરુ કરવામાં આવશે. જેમાં ભક્તો મંત્રના 108 જાપની સાથે નાળાછડીની ગાંઠ વાળે છે. હવન સમયે 108 વખત ઘંટનાદ સાથે હવનમાં આહુતિ અપાય છે.

રાજકોટમાં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ

રાજકોટમાં કાર અથડાવા બાબતે દિવાળી પૂર્વે જૂથ અથડામણ થઇ છે. જેમાં જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ધટના બની છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. જૂથ અથડાણમાં બન્ને જૂથે ધોકા, છરી, પાઈપ સાથે સરાજાહેર મારામારી કરી છે.

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે JITO દ્વારા 186 લકઝરી કાર ખરીદી કરી

જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે JITO દ્વારા 186 લકઝરી કાર ખરીદી કરી ચર્ચામાં આવ્યું છે. JITOએ દેશભરમાં પોતાના સભ્યો માટે એક સાથે 186 લક્ઝુરિયસ કારની ખરીદી કરી હતી. જેની કુલ કિંમત રૂપિયા 149.54 કરોડ છે. આ ડીલમાં તેમને રૂપિયા 21.22 કરોડનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. આ ડીલમાં ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવી 15 ટોચની બ્રાન્ડ્સની કાર ખરીદી છે. JITO દ્વારા મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, દિલ્હી, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાંથી કાર ખરીદવામાં આવી હતી. જેમાં સૌથી ખાસ બાબત એ છે કે આ ખરીદદારોમાં મોટાભાગના સભ્યો ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના 22 જેટલી કાર ખરીદવામાં આવી હતી. JITO એ આ 'બલ્ક ડીલ' દ્વારા તેના સભ્યોને મોટો આર્થિક લાભ પહોંચાડ્યો છે. JITO દ્વારા પોઇન્ટ ઉત્સવ થકી કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં સિંહની પજવણી રોકવા વન વિભાગ સજ્જ છે

જૂનાગઢમાં સિંહની પજવણી રોકવા વન વિભાગ સજ્જ છે. નવ દિવસ સુધી વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે. CCF, DCF, રેન્જ ફોરેસ્ટ અધિકારી સહિત અધિકારીની ચાંપતી નજર રહેશે. રેન્જ, દરિયાઈ પટ્ટી, ગ્રામ્ય વિસ્તારોની આસપાસ પેટ્રોલિંગ કરશે. તથા જૂનાગઢ, અમરેલી , ગીર સોમનાથ, ભાવનગર સહિત જિલ્લામાં નજર રહેશે.

આ પણ વાંચો: Rashifal 20 October 2025: ત્રિગ્રહ યોગથી આજના દિવસે આ રાશિઓને થશે મોટો લાભ

Tags :
Advertisement

.

×