Gujarati Top News : આજે 21 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 21 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : કોડીનારના MLA કેબિનેટ મંત્રી બનતા મત વિસ્તારમાં ખુશીનો માહોલ છે. જેમાં કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આજે મતવિસ્તારની મુલાકાતે તથા અમદાવાદમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરાશે. જેમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ઉજવણી થશે તથા ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ લાગી હતી. જેમાં મસ્જિદના ધાબા પર મુકવામાં આવેલા સામાનમાં આગ લાગી હતી તેમજ અમદાવાદના ઝુંડાલ સરણ સર્કલ હોમની બાજુમાં રમકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી છે. જેમાં પ્લાસ્ટિક રમકડા ફેક્ટરીમાં ફટાકડાને લીધે આગ લાગી તથા ભરૂચ શહેરના નંદેલાવ ગામ પાસે આવેલા ખેતરમાં આગ લાગી છે. જેમાં ખેતરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં નાસભાગ મચી તેમજ જૂનાગઢ શહેરમાં દીવાળી રક્ત રંજીત બની છે. જેમાં મધુરમ સોસાયટી પાસે યુવાનની હત્યા થઇ છે તથા અન્ય બે ઈજાગ્રસ્ત થયા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
કોડીનારના MLA કેબિનેટ મંત્રી બનતા મત વિસ્તારમાં ખુશીનો માહોલ
કોડીનારના MLA કેબિનેટ મંત્રી બનતા મત વિસ્તારમાં ખુશીનો માહોલ છે. જેમાં કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આજે મતવિસ્તારની મુલાકાતે છે. તેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ શિક્ષણ વિભાગની જવાબદારી મળી છે. તથા નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્તી થઈ છે. સાંજે 4:00 કલાકે કોડીનાર APMCમાં અભિવાદન સમારોહ યોજાશે. ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મતદારો હાજર રહેશે. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ છે.
અમદાવાદમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરાશે
અમદાવાદમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરાશે. જેમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ઉજવણી થશે. સવારે 7.30 કલાકે ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. જેમાં શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.
ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ લાગી
ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ લાગી હતી. જેમાં મસ્જિદના ધાબા પર મુકવામાં આવેલા સામાનમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. તથા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે.
ઝુંડાલ સરણ સર્કલ હોમની બાજુમાં રમકડા બનાવવાની ફેક્ટરીમાં આગ
અમદાવાદના ઝુંડાલ સરણ સર્કલ હોમની બાજુમાં રમકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી છે. જેમાં પ્લાસ્ટિક રમકડા ફેક્ટરીમાં ફટાકડાને લીધે આગ લાગી છે. ત્યારે ફાયરની ગાડી સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે. તથા ફાયર જવાનોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા છે. તેમજ આગ પર કાબુ મેળવી લેવાયો છે તથા સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.
ભરૂચ શહેરના નંદેલાવ ગામ પાસે આવેલા ખેતરમાં આગ લાગી
ભરૂચ શહેરના નંદેલાવ ગામ પાસે આવેલા ખેતરમાં આગ લાગી છે. જેમાં ખેતરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં નાસભાગ મચી હતી. પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. ફટાકડાના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગની ઘટનામાં ખેતરમાં ઉભો કૃષિ પાક સ્વાહા થયો છે.
જૂનાગઢ શહેરમાં દીવાળી રક્ત રંજીત બની
જૂનાગઢ શહેરમાં દીવાળી રક્ત રંજીત બની છે. જેમાં મધુરમ સોસાયટી પાસે યુવાનની હત્યા થઇ છે તથા અન્ય બે ઈજાગ્રસ્ત થયા છે. ફટાકડા ફોડવા બાબતે માથાકુટ થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. દિવ્યાંગ ચુડાસમા નામના યુવકની હત્યા થઇ છે. ત્યારે ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.


