Gujarati Top News : આજે 26 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 26 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ગીર સોમનાથમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉના, ગીરગઢડા શહેર સહિત તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના પાકોને નુકસાની ભીતિ છે તથા રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ પડયું છે. જેમાં નવસારીમાં 6 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો તેમજ હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદ પડશે તથા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી ચાર્જ સંભાળશે. જેમાં આવતીકાલે મંત્રી દર્શના વાઘેલા ચાર્જ સંભાળશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ગીર સોમનાથમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો
ગીર સોમનાથમાં શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉના, ગીરગઢડા શહેર સહિત તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના પાકોને નુકસાની ભીતિ છે. કપાસ, સોયાબીન, મગફળી, બાજરી, અડદ સહિતના પાકોને નુકસાનની ભીતિ છે.
રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ પડયું
રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ પડયું છે. જેમાં નવસારીમાં 6 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. તથા વલસાડના ઉમરગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો તથા ગીરસોમનાથના સૂત્રાપાડામાં પોણા 4 ઇંચ વરસાદ અને નવસારીના ખેરગામમાં 3 ઇંચ કમોસમી વરસાદ તથા જલાલપોર, કપરાડામાં અઢી ઇંચ સુધીનો વરસાદ સાથે પાટણ-વેરાવળ, ડાંગ-આહવામાં સવા 2 ઇંચ વરસાદ છે. તથા વલસાડ, ચીખલી, કામરેજમાં 2 ઇંચ સુધીનો વરસાદ સાથે સુરત શહેર, પારડી, મહુવા, પલસાણામાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. 14 તાલુકામાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધો ઇંચથી સામાન્ય વરસાદ છે.
આજે શુભ લાભ પાંચમ, બજારોમાં ફરી રોનક આવશે
આજે શુભ લાભ પાંચમ, બજારોમાં ફરી રોનક આવશે. તેમજ આજથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર શરૂ કરશે. મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન છે. તેથ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે. વિશેષ પૂજા બાદ વેપારીઓ પોતાના વેપાર શરૂ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધન કરશે. 'મન કી બાત' કાર્યક્રમ થકી જનતાને સંબોધન કરશે. સવારે 11 કલાકે 125મો એપિસોડ પ્રસારિત થશે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદ પડશે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદી હવામાનની આગાહી છે. જેમાં 26 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી ચાર્જ સંભાળશે
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી ચાર્જ સંભાળશે. જેમાં આવતીકાલે મંત્રી દર્શના વાઘેલા ચાર્જ સંભાળશે. તથા ચાર્જ સંભાળતા પહેલા લાભપાંચમ નિમિત્તે કથાનું આયોજન છે. અસારવા બેઠક પરથી દર્શના વાઘેલા ધારાસભ્ય છે. તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણનો વિભાગ સોંપાયો છે.
આ પણ વાંચો: Rashifal 26 October 2025: ગુરુ-ચંદ્રનું ગોચર આ રાશિના જાતકોને ધનવાન બનાવશે અને કમાણીમાં નોંધપાત્ર વધારો થશે


