Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 3 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 3 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સવારે 11થી 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વિકારાશે તથા અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ તેમજ...
gujarati top news   આજે 3 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 3 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સવારે 11થી 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વિકારાશે તથા અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ તેમજ રાજકોટમાં કોળી આગેવાન જયેશ ઠાકોર બે દિવસ રિમાન્ડ પર તથા MLA ઉદય કાનગડના પિતરાઈ ભાઈને સરકારી જમીન ખાલી કરવા આદેશ તેમજ અમદાવાદમાં કથિત પત્રકાર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થઇ છે અને ગાંધીનગરમાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરાશે

ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં સવારે 11થી 2 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વિકારાશે. બપોરે 3થી 4 વાગ્યા સુધી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તથા સાંજે 5થી 5.30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય છે.

Advertisement

અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ

અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ છે. નયનની હત્યા બાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું. દોઢ મહિના બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. હાઇકોર્ટના નિર્દેશ બાદ આજે શાળા ફરી શરૂ થઈ છે. ધો 10 થી 12 ના વર્ગો આજથી શરૂ છે. ધારાસભ્ય અમુલ ભટ્ટ, DEO અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત છે. પહેલા દિવસે મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તકેદારીના ભાગ રૂપે શાળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં કોળી આગેવાન જયેશ ઠાકોર બે દિવસ રિમાન્ડ પર

રાજકોટમાં કોળી આગેવાન જયેશ ઠાકોર બે દિવસ રિમાન્ડ પર છે. કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર પર સગીરા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. સગીરાને ફિલ્મ હિરોઈન બનાવવાના સપના બતાવી દુષ્કર્મ કર્યાનો આરોપ છે. જેમાં સગીરાને કેફી પીણુ પીવડાવી દુષ્કર્મ આચરી ધમકી આપવાનો આરોપ છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીને ઘટના સ્થળે લઈ જવાશે. તથા કેફીપીણુ સહિતના તમામ પુરાવાઓ એકત્ર કરવામા પોલીસ લાગી છે. સગીરા ડરના કારણે ઘર છોડીને અન્ય રાજ્યમાં જતી રહી હતી.

MLA ઉદય કાનગડના પિતરાઈ ભાઈને સરકારી જમીન ખાલી કરવા આદેશ

MLA ઉદય કાનગડના પિતરાઈ ભાઈને સરકારી જમીન ખાલી કરવા આદેશ છે. કરોડો રૂપિયાની 30 એકર સરકારી જમીન દબાવેલી હતી. જમીન ખલી કરવા સાથે 1.69 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં ગૌતમ કાનગડ, ભરત કાનગડ અને નીતિન કાનગડને જમીન ખાલી કરવા હુકમ છે. સરકારી જમીન નિયમિત કરવા માંગણી કરવામાં આવેલી હતી.

અમદાવાદમાં કથિત પત્રકાર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થઇ

અમદાવાદમાં કથિત પત્રકાર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થઇ છે. સોના ચાંદીના વેપારી પાસે રૂ.10 લાખની માંગણી કરી હતી. વેપારી સામે અન્ય વેપારીએ કરેલ અરજીના નિકાલ માટે પૈસા પડાવ્યા હતા. અરજદાર વિરુદ્ધ જીએસટીની રેડ પડાવાની ધમકી આપી હતી તથા અરજદારને એક વકીલ મારફતે કથિત પત્રકારનો સંપર્ક થયો હતો.

ગાંધીનગરમાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન

ગાંધીનગરમાં બે દિવસીય કોન્ફરન્સનું આયોજન છે. જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર સંમેલન થશે. તેમજ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે. જમીન રેકોર્ડના આધુનિકીકરણ, ટેકનોલોજી ઉપયોગ પર ચર્ચા થશે. સ્વામિત્વ કાર્ડ વહેંચણી, પ્લોટની સનદ, શૈક્ષણિક સંસ્થાના MOU થશે.

આ પણ વાંચો: Rashifal 3 October 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ કારકિર્દી અને વ્યવસાયમાં સરળ રહેશે, જાણો તમારું રાશિફળ

Tags :
Advertisement

.

×