Gujarati Top News : આજે 26 મી જુલાઈ, 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
- આજે મુખ્યમંત્રી સુરતને કુલ 435 કરોડ રુપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે
- ગિરિમથક સાપુતારામાં આજથી મોન્સૂન ફેસ્ટિવલ શરુ થશે
- રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પધારશે
Gujarati Top News : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સુરત મહા નગર પાલિકાના કુલ 435 કરોડ રુપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. આ લોકાર્પણ કાર્યક્રમ અડાજણ-પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil), નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સાંસદો, ધારાસભ્યો, ભાજપ અગ્રણીઓ-કાર્યકરો અને શહેરીજનો ઉપસ્થિત રહેશે.
મોન્સૂન ફેસ્ટિવલ
આજે ગિરીમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ (Monsoon Festival 2025) નો શુભારંભ થવાનો છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્દઘાટન કરવાના છે. આ મોન્સૂન ફેસ્ટિવલ 17મી ઓગસ્ટ સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે.
આ પણ વાંચોઃ Bhavnagar : નઘરોળ તંત્રની ઘોર બેદરકારી! તળાજામાં ગોપનાથ RCC રોડનો ચોંકાવનારો Video આવ્યો સામે
કોંગ્રેસ દિગ્ગજો ગુજરાત પ્રવાસે
આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ સવારે 9.30 કલાકે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. નિજાનંદ રિસોર્ટમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો સાથે સંવાદ પણ કરશે. આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન જિલ્લા પ્રમુખોને કોંગ્રેસને મજબૂત કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બપોરે 3 કલાકે દૂધ સંઘના સભાસદો સાથે પણ બેઠક કરશે.
આ પણ વાંચોઃ આદિવાસી સમુદાયની દિકરીએ જર્મની વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મેળવ્યું સ્થાન


