Gujarati Top News : આજે 1 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 1 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત કરાશે. જેમાં શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસ મહાકુંભ ચાલશે તથા ટેકાના ભાવે ખરીદાતી જણસીનું રજિસ્ટ્રેશન શરૂ થશે. મગફળી અને અડદની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થશે તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું રોજગાર અભિયાન શરૂ થશે. જેમાં માણાવદરથી જવાહર ચાવડા અભિયાનનો પ્રારંભ કરશે તથા અમદાવાદના સૈજપુર બોઘા ખાતે ગણપતિ ઉત્સવની ઉજવણી થઇ તેમજ વલસાડના અરનાલા ખાતે કોંગ્રેસની કિસાન રેલી અને સભા છે. ખેડ સત્યાગ્રહની યાદમાં કોંગ્રેસ કિસાન રેલી અને સભા કરશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત કરાશે
અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત કરાશે. જેમાં શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસ મહાકુંભ ચાલશે. લાખો ભક્તો મંદિરમાં દર્શન કરવા આવશે. કલેક્ટર, SPની હાજરીમાં માતાજીનો રથ ખેંચી મહાકુંભની શરૂઆત કરાશે.
ટેકાના ભાવે ખરીદાતી જણસીનું રજિસ્ટ્રેશન શરૂ થશે
ટેકાના ભાવે ખરીદાતી જણસીનું રજિસ્ટ્રેશન શરૂ થશે. મગફળી અને અડદની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. તથા સોયાબીનની ખરીદી માટે પણ રજિસ્ટ્રેશન શરૂ થશે. 1 થી 15 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે રજિસ્ટ્રેશન થશે.
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું રોજગાર અભિયાન શરૂ થશે
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનું રોજગાર અભિયાન શરૂ થશે. જેમાં માણાવદરથી જવાહર ચાવડા અભિયાનનો પ્રારંભ કરશે. તથા બેરોજગારીને લઈને જવાહર ચાવડા આક્ષેપ કરી ચુક્યા છે. તેમજ યુવાનોને રોજગારી મળે તે માટે જવાહર ચાવડાનો પ્રયાસ છે.
અમદાવાદના સૈજપુર બોઘા ખાતે ગણપતિ ઉત્સવની ઉજવણી થઇ
અમદાવાદના સૈજપુર બોઘા ખાતે ગણપતિ ઉત્સવની ઉજવણી થઇ છે. શ્રી નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આયોજન થયુ છે. ઓપરેશન સિંદુરની થીમ પર ગણપતિ પંડાલ તૈયાર કરાયો છે. દૈનિક અંદાજિત 10 હજાર વધુ લોકો દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
છેલ્લા 60 વર્ષથી ગણપતિ ગણેશોત્સવ ઉજવામાં આવી રહ્યો છે. જેમાં 100 જેટલી બ્લડની બોટલો એકત્રિત કરી રેડ ક્રોસમાં જમા કરાવી છે.
વલસાડના અરનાલા ખાતે કોંગ્રેસની કિસાન રેલી અને સભા
વલસાડના અરનાલા ખાતે કોંગ્રેસની કિસાન રેલી અને સભા છે. ખેડ સત્યાગ્રહની યાદમાં કોંગ્રેસ કિસાન રેલી અને સભા કરશે. ઘાસિયા સત્યાગ્રહ તરીકે જાણીતા આંદોલન પર કોંગ્રેસની સભા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહેશે. તેમજ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ હાજર રહેશે.
બોટાદ માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીનો પ્રારંભ થશે
બોટાદ માર્કેટયાર્ડમાં કપાસની ખરીદીનો પ્રારંભ થશે. તથા સિઝનના નવા કપાસની ખરીદીની શરૂઆત થશે. જેમાં સૌરાષ્ટ્રનું કોટન યાર્ડ બોટાદ માર્કેટયાર્ડ ગણાય છે.


