Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 10 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : ભાવનગરના 43 જેટલા લોકો નેપાળમાં સરકાર વિરોધ આંદોલનને કારણે ફસાયા તથા ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી યોજાશે. જેમાં 12 બ્લોકમાંથી 4 બ્લોક ઉપર BJPના ઉમેદવાર બિનહરીફ રહ્યાં છે તેમજ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. બપોર...
gujarati top news   આજે 10 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat : ભાવનગરના 43 જેટલા લોકો નેપાળમાં સરકાર વિરોધ આંદોલનને કારણે ફસાયા તથા ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી યોજાશે. જેમાં 12 બ્લોકમાંથી 4 બ્લોક ઉપર BJPના ઉમેદવાર બિનહરીફ રહ્યાં છે તેમજ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. બપોર બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે અને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો અંતિમ દિવસ છે. સવારે 9 કલાકે ગુજરાત વિધાનસભાની બેઠક મળશે તથા પાટણના સાંતલપુરમાં તળાવમાં ડૂબી જવાની બે ઘટના બની છે. જેમાં સાંતલપુર અને નળિયા ગામે ન્હાવા પડેલ યુવાનો ડૂબ્યા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

ભાવનગરના 43 જેટલા લોકો નેપાળમાં સરકાર વિરોધ આંદોલનને કારણે ફસાયા

ભાવનગરના 43 જેટલા લોકો નેપાળમાં સરકાર વિરોધ આંદોલનને કારણે ફસાયા છે. જેમાં ભગવાન પશુપતિનાથના દર્શને ભાવનગરના 43 જેટલા યાત્રીકો નેપાળ ગયા છે. હાલ નેપાળમાં સરકારના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ભાવનગરના યાત્રીકોએ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘણીની પાસે મદદની અપેક્ષા રાખતો વીડિયો મોકલ્યો છે. તેમજ હાલ સોશ્યલ મીડિયામાં ભાવનગર યાત્રિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી યોજાશે

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી યોજાશે. જેમાં 12 બ્લોકમાંથી 4 બ્લોક ઉપર BJPના ઉમેદવાર બિનહરીફ રહ્યાં છે. તથા બાકી રહેલા 8 બ્લોકની ચૂંટણી માટે મતદાન યોજાશે. તથા સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે. 810 મતદારો 8 બ્લોકના 22 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ મતદાન કરશે. આણંદ અને ખેડા જિલ્લાના સંગઠન પ્રમુખ મતદાન કરશે. જેમાં ખેડા, આણંદના કેટલાક ધારાસભ્યો પણ મતદાન કરશે.

Advertisement

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. બપોર બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. અંબાજી મંદિર બપોરે 1 વાગે બાદ દર્શન માટે બંધ રહેશે. વર્ષમાં એક વખત આ વિધિ યોજાતી હોય છે. તથા માતાજીના આભૂષણો, ઘરેણાની પણ સાફ સફાઈ કરાશે. આખા મંદિર પરિસરની ગંગાજળ અને સરસ્વતી નદીના જળથી સફાઈ થાય છે. તથા અમદાવાદ ખાડિયાનો પરિવાર આ વિધિમાં વર્ષોથી જોડાય છે. જેમાં માતાજીના સોના અને ચાંદીના ઘરેણા સાફ કરે છે. માતાજીના વીસાયંત્રના આશીર્વાદ લેવા માટે અસંખ્ય ભક્તો આવે છે.

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો અંતિમ દિવસ

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો અંતિમ દિવસ છે. સવારે 9 કલાકે ગુજરાત વિધાનસભાની બેઠક મળશે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના પ્રશ્નો પર ચર્ચા થશે. શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તબીબી શિક્ષણ પર ચર્ચા થશે. પ્રવાસન, કૃષિ, આદિજાતિ વિભાગના પ્રશ્ન પર ચર્ચા થશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ મહત્વની જાહેરાત કરશે. જાહેર અગત્યની બાબતે નિયમ ૪૪ પર જાહેરાત કરશે. વિવિધ કાગળો વિધાનસભાના મેજ પર મુકાશે.

પાટણના સાંતલપુરમાં તળાવમાં ડૂબી જવાની બે ઘટના બની

પાટણના સાંતલપુરમાં તળાવમાં ડૂબી જવાની બે ઘટના બની છે. જેમાં સાંતલપુર અને નળિયા ગામે ન્હાવા પડેલ યુવાનો ડૂબ્યા છે. તેમાં બે અલગ અલગ સ્થળો પર 8 જેટલા યુવાનો ડૂબ્યા છે. સાંતલપુર નદીના પ્રવાહમાં 3 તણાયા, 2 મળ્યા, 1ની શોધખોળ ચાલુ છે. જેમાં નળિયા ગામમાં 9 જેટલા યુવાનો ડૂબ્યા, 2ના મોત થયા છે. તેમજ ચાર યુવકને બહાર કાઢી લેવાયા, અન્યની શોધ ચાલુ છે. તથા TDO, પોલીસ સહિત સ્થાનિક તંત્ર નળિયા ગામે પહોંચ્યું છે .

Tags :
Advertisement

.

×