Gujarati Top News : આજે 11 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 11 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની CM મુલાકાત લેશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના તાલુકાઓની સમીક્ષા કરશે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારી થઇ છે. PMના જન્મદિવસ નિમિતે સેવા પખવાડીયા અંતર્ગત કાર્યક્રમો યોજાશે તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી છે. જેમાં લાફાકાંડ બાદ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તથા પાટણના સાંતલપુરમાં ટોલટેક્સ કર્મીચારીઓની દાદાગીરી! જેમાં ભારત માલા ટોલટેક્સ પર મારામારીનો વીડિયો વાયરલ થયો તેમજ બનાસકાંઠામાં જળતાંડવ વચ્ચે રાજનીતિ તેજ થઇ છે. વાવ ભાજપના ધારાસભ્યએ સાંસદ પર નિશાન સાધ્યું છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની CM મુલાકાત લેશે
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની CM મુલાકાત લેશે. જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના તાલુકાઓની સમીક્ષા કરશે. પૂરની સ્થિતિ બાદ સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવશે. પૂરને કારણે વાવ, ભાભર અને સુઈગામના તાલુકા પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે 1.45 કલાકે બનાસકાંઠાની મુલાકાત લેશે. ખેડૂતોની પાક નુકસાની અંગે પણ રિપોર્ટ મેળવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારી થઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારી થઇ છે. PMના જન્મદિવસ નિમિતે સેવા પખવાડીયા અંતર્ગત કાર્યક્રમો યોજાશે. તેમાં ગુજરાતમાં "નમો યુવા રન નશા મુક્ત ભારત" મેરાથોન દોડ યોજાશે. મેરાથોન દોડ સંદર્ભે ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રેસ વાર્તા યોજશે. તથા મેરોથોનના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર પાર્થિવ પટેલ હાજર રહેશે.
ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી છે. જેમાં લાફાકાંડ બાદ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભાજપ નેતા સાથે ઝપાઝપી બાદ પોલીસે ધરપકડ કરી હતી. જેલમાંથી મુક્ત થવા ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે.
પાટણના સાંતલપુરમાં ટોલટેક્સ કર્મીચારીઓની દાદાગીરી!
પાટણના સાંતલપુરમાં ટોલટેક્સ કર્મીચારીઓની દાદાગીરી! જેમાં ભારત માલા ટોલટેક્સ પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે. તેમાં ટોલ ટેક્સકર્મીઓ દ્વારા એક પરિવાર પર હુમલો કરાયો છે. ફાસ્ટેગ હોવા છતાં ટોલટેક્સ પર બેરિકેટ ન ખોલ્યો. તેમાં બેરીકેટ ન ખુલતા પૂછતાછ કરતા પરિવાર પર હુમલો કરાયો છે. હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. તથા ભોગ બનનાર પરિવારજને હુમલાનો વીડિયો ઉતાર્યો હતો.
બનાસકાંઠામાં જળતાંડવ વચ્ચે રાજનીતિ તેજ થઇ
બનાસકાંઠામાં જળતાંડવ વચ્ચે રાજનીતિ તેજ થઇ છે. વાવ ભાજપના ધારાસભ્યએ સાંસદ પર નિશાન સાધ્યું છે. સ્વરૂપજી ઠાકોરે સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા છે. જેમાં સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું છે કે સાંસદ ગેનીબેન જૂનાગઢમાં ફરી રહ્યા છે. નિવેદનબાજીથી કાંઈ ન થાય લોકો વચ્ચે રહેવું પડે. લોકોની વચ્ચે આવી મદદ કરે, તેમની પણ ફરજ છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખને સ્વરૂપજી ઠાકોરે જવાબ આપ્યો છે.


