Gujarati Top News : આજે 15 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 15 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : બિલ્ડર હિંમત રૂદાણી કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં મુખ્ય આરોપી મનસુખ લાખાણી પોલીસના હાથે લાગ્યો તથા અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટના 25 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં રજત જયંતિ મહોત્સવ તેમજ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે તેમજ અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટના 25 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં રજત જયંતિ મહોત્સવ તેમજ એક્ઝિબિશનનું આયોજન કરાયું તથા જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલેશન હાથ ધરાયું છે. ધાર્મિક સ્થાનોના અવૈધ દબાણો હટાવાયા અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સુઈગામ, વાવ અને થરાદની મુલાકાતે તથા બનાસકાંઠાના વાવના આછુવા ગામની હાલત દયનીય છે. એક સપ્તાહ થવા આવ્યો પરંતુ ઘરોમાંથી પાણી ઓસર્યા નથી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
બિલ્ડર હિંમત રૂદાણી કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો
બિલ્ડર હિંમત રૂદાણી કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં મુખ્ય આરોપી મનસુખ લાખાણી પોલીસના હાથે લાગ્યો છે. શુક્રવારે મોડી રાતે હિંમત રૂદાણીની નિર્મમ હત્યા નીપજાવી હતી. નિકોલની કન્સ્ટ્રક્શન સાઈટ માટે મહિનાઓથી વિવાદ હતો. ભાગીદાર મનસુખ લાખાણીએ જ સોપારી આપી હતી. જેમાં વિરાટનગર બ્રિજ નીચે મર્સિડિસ કારમાંથી મૃતદેહ મળ્યો હતો.
અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટના 25 વર્ષ પૂર્ણ થયા
અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક ટ્રસ્ટના 25 વર્ષ પૂર્ણ થયા છે. જેમાં રજત જયંતિ મહોત્સવ તેમજ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ DyCM નીતિન પટેલ હાજર રહેશે.
જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલેશન હાથ ધરાયું
જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલેશન હાથ ધરાયું છે. ધાર્મિક સ્થાનોના અવૈધ દબાણો હટાવાયા છે. માંગરોળ પોરબંદર હાઈવે ઉપર ધાર્મિક દબાણો નડતર રૂપ હતા. તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફ રાત્રીભર ખડેપગે રહ્યો છે. તથા માંગરોળ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સુઈગામ, વાવ અને થરાદની મુલાકાતે
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સુઈગામ, વાવ અને થરાદની મુલાકાતે છે. જેમાં અમિત ચાવડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. સુઈગામના ભરડવા, વાવનું મોરીખા ગામે અમિત ચાવડા જશે. થરાદના ડોડાગામ અને ખાનપુરની પણ મુલાકાત લેશે. ડોડાગામ અને ખાનપુર 2015, 2017માં પણ પ્રભાવિત થયુ હતુ.
બનાસકાંઠાના વાવના આછુવા ગામની હાલત દયનીય
બનાસકાંઠાના વાવના આછુવા ગામની હાલત દયનીય છે. એક સપ્તાહ થવા આવ્યો પરંતુ ઘરોમાંથી પાણી ઓસર્યા નથી. ઘરોમાં એકથી બે ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે મદદની માગ કરી છે. આછુવા ગામમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકો શાળામાં પોતાનું જીવન જીવવા મજબૂર છે. સરકાર નુકશાનું વળતર આપે તેવી સ્થાનિકોની માગ છે.
આ પણ વાંચો: Rashifal 15 September 2025: આ રાશિ માટે આજનો દિવસ શુભ રહેશે, આજે ગજકેસરી યોગ બનશે


