Gujarati Top News : આજે 16 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 16 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં ગુજરાતમાં PM મોદીના સંભવિત કાર્યક્રમો પર ચર્ચા થશે તથા આગામી 20 મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે તેમજ રાજ્યમાં એમ્બ્યુલન્સની જેમ PCR વાનને નહીં નડે હદ. જેમાં કોઈ પણ વિસ્તારમાં જઈને ઇમરજન્સી કેસ હાથમાં લઈ શકાશે અને PM મોદીના જન્મદિવસે 1.41 લાખ આરોગ્ય કેમ્પનું આયોજન તથા કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય અને પત્ની વચ્ચે સમાધાન થયુ છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં ગુજરાતમાં PM મોદીના સંભવિત કાર્યક્રમો પર ચર્ચા થશે. તથા PMના જન્મદિવસના કાર્યક્રમોને લઈ બેઠકમાં ચર્ચા કરાશે. બનાસકાંઠા, કચ્છ, પાટણમાં વરસાદથી નુકસાની અંગે સમીક્ષા સાથે વરસાદ પ્રભાવિત અન્ય વિસ્તારની સ્થિતિની પણ સમીક્ષા થશે. રોડ રસ્તાઓને રિસર્ફેસિંગ કરવા સહિત મુદ્દાઓ પર ચર્ચા થશે.
આગામી 20 મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે
આગામી 20 મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે છે. જેમાં શિપિંગ મેરિટાઇમ સંબધિત 1.50 લાખ કરોડના પ્રકલ્પો, પ્રોજેક્ટોસના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. સાગરમાલા માટે PM Modi રૂપિયા 75 કરોડ ફળવશે. અલંગના વિકાસ મોડેલને રજૂ કરાશે સાથે સિવિલ હોસ્પિટલના એકેડેમીક બ્લોક, શિક્ષણ ભવન, MCH બ્લોક બનાવ માટે કામોની ઘોષણા થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 39867 કરોડના શિપ બિલ્ડીંગ એમઓયુ કરશે. રાજયમાં 27.138 કરોડના પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
રાજ્યમાં એમ્બ્યુલન્સની જેમ PCR વાનને નહીં નડે હદ
રાજ્યમાં એમ્બ્યુલન્સની જેમ PCR વાનને નહીં નડે હદ. જેમાં કોઈ પણ વિસ્તારમાં જઈને ઇમરજન્સી કેસ હાથમાં લઈ શકાશે. PCR વાન પહેલા ઇમરજન્સી કેસ સમાધાનના પ્રયત્ન કરશે. મારામારી, ઝઘડાના નિરાકરણ ઘટનાસ્થળે લાવવાનો પ્રયત્ન કરાશે. નિરાકરણ નહીં હોય તો જેતે વિસ્તારના પોલીસ સ્ટેશન લઈ જવાશે. જેમાં અમદાવાદ શહેરમાં 123 અને રાજ્યમાં 1 હજાર PCR વાન કાર્યરત છે.
PM મોદીના જન્મદિવસે 1.41 લાખ આરોગ્ય કેમ્પનું આયોજન
PM મોદીના જન્મદિવસે 1.41 લાખ આરોગ્ય કેમ્પનું આયોજન છે. ગુજરાતના અલગ અલગ 600 જગ્યા પર બ્લડ કેમ્પ યોજાશે. PM મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજાશે. 1 લાખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પનું આયોજન છે. 5590 શહેરી આયુષ્ય કેન્દ્ર પર પણ બ્લડ કેમ્પનું આયોજન છે. અલગ અલગ સ્થાનોએ મેડીકલ ટેસ્ટ માટેનું પણ આયોજન કરાશે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાશે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય અને પત્ની વચ્ચે સમાધાન થયુ છે
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય અને પત્ની વચ્ચે સમાધાન થયુ છે. વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે અને તેમની પત્ની વચ્ચે સમાધાન થયુ છે. બન્ને પક્ષ વચ્ચે સમાધાન થતા હાઈકોર્ટે ફરિયાદ રદ કરી છે. અવંતિકા શુક્લા દ્વારા ક્વોશિંગ પીટીશન કરાઈ હતી. વ્રજેન્દ્ર પ્રસાદ પાંડેએ એફિડેવિટ કરી સમાધાન થયાનો ઉલ્લેખ કર્યા છે. વિશ્વાસુ લોકોની દરમિયાનગીરીથી સમાધાન થયાનો ઉલ્લેખ છે. બન્ને પક્ષનોની દલીલ સાંભળ્યા બાદ ફરિયાદ રદ કરાઈ છે. જેમાં ઘાટલોડીયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ રદ થઇ છે.
આ પણ વાંચો: Rashifal 16 September 2025: આજે આ રાશિઓને ત્રિગ્રહ યોગનો લાભ મળશે, જાણો તમારી રાશિ પર કેવી અસર પડશે


