ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarati Top News : આજે 17 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 17 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસની રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે. જેમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન તથા વડાપ્રધાનના 75માં જન્મદિવસ નિમિતે રાજકોટમાં અનોખી ઉજવણી કરવામાં...
07:47 AM Sep 17, 2025 IST | SANJAY
આજે 17 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસની રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે. જેમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન તથા વડાપ્રધાનના 75માં જન્મદિવસ નિમિતે રાજકોટમાં અનોખી ઉજવણી કરવામાં...
Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

આજે 17 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસની રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે. જેમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન તથા વડાપ્રધાનના 75માં જન્મદિવસ નિમિતે રાજકોટમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટના ગાંધી મ્યુઝિયમમાં 75 જેટલી અલગ અલગ રંગોળી તૈયાર કરવામાં આવી તેમજ મોરબીના લેવિસ સિરામીક ગ્રૂપ પર ITનો સકંજો છે. આવકવેરા વિભાગની તપાસમાં રોકડ રકમ મળી છે તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટ આવશે. જેમાં 22 સપ્ટેમ્બરે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ડિસ્ટ્રીક બેંકની સભા છે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસની ઉજવણીમાં "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસની રાજ્યભરમાં ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મ દિવસની રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે. જેમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેદસ્વીતા મુક્ત યોગ શિબિરનું ઉદ્ઘાટન કરાશે. તથા યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત અભિયાનની શરૂઆત કરાઇ રહી છે. તથા યોગ બોર્ડ દ્વારા પીએમ મોદીના 75 મા જન્મ દિવસ પર 75 કાર્યક્રમ કરાશે.

વડાપ્રધાનના 75માં જન્મદિવસ નિમિતે રાજકોટમાં અનોખી ઉજવણી

વડાપ્રધાનના 75માં જન્મદિવસ નિમિતે રાજકોટમાં અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટના ગાંધી મ્યુઝિયમમાં 75 જેટલી અલગ અલગ રંગોળી તૈયાર કરવામાં આવી છે. રાજકોટ ચિત્રનગરીના કલાકારો દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.
ચિત્રનગરી કલાકારો દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર પણ રંગોળી કરી છે. રાજકોટ વાસીઓ આ રંગીલી આજે નિહાળી શકશે.

મોરબીના લેવિસ સિરામીક ગ્રૂપ પર ITનો સકંજો

મોરબીના લેવિસ સિરામીક ગ્રૂપ પર ITનો સકંજો છે. આવકવેરા વિભાગની તપાસમાં રોકડ રકમ મળી છે. તેમાં 3 કરોડ રૂપિયા રોકડા અને દસ્તાવેજ હાથ લાગ્યા છે. સર્ચ ઓપરેશન હજુ બે દિવસ ચાલે તેવી શક્યતા છે. 30 રહેણાક મકાન, 15 ઓફિસમાં સર્ચ ચાલી રહ્યું છે તેમજ 250થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટ આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજકોટ આવશે. જેમાં 22 સપ્ટેમ્બરે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ડિસ્ટ્રીક બેંકની સભા છે. અમિતભાઈ શાહના આગમન પહેલા પૂરજોશમાં તૈયારી થઇ રહી છે. સહકારી નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસની ઉજવણીમાં "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસની ઉજવણીમાં "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે. રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી અભિયાન ઉજવાશે. ગાંધીનગરના મહાત્મા મંદિરથી અભિયાનનો પ્રારંભ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: LIVE: PM Modi 75th Birthday : PM Modi એ 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો, ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article