Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 18 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 18 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયુ છે. જેમાં બાયડ ધનસુરા રોડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે તથા અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા...
gujarati top news   આજે 18 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 18 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયુ છે. જેમાં બાયડ ધનસુરા રોડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે તથા અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા ચાલકને અડફેટે લીધો તેમજ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાશે અને રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન છે. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સ્પર્ધા યોજાશે તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે જુનાગઢ આવશે. એક સપ્તાહમાં બીજી વખત રાહુલ ગાંધી જુનાગઢ આવશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયુ

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયુ છે. જેમાં બાયડ ધનસુરા રોડ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે. ધુમ્મસને પગલે રોડમાં વીજીબીલીટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી છે. તેમજ વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન હંકારવા પડે તેવી સ્થિતિ છે.

Advertisement

અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો

અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં નશાની હાલતમાં રીક્ષા ચાલકને અડફેટે લીધો છે. તેમાં વિશાલા પાસે પોલીસકર્મીએ રીક્ષા ચાલકને ઉડાવ્યો છે. પોલીસકર્મી દારૂના નશામા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. પ્રકાશ રબારી નામનો પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાશે. તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદિશ વિશ્વકર્મા હાજર રહેશે.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન

રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન છે. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સ્પર્ધા યોજાશે. રાજ્યના ગૃહ અને રમતગમતમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. તથા યોગ પ્રત્ય નાગરિકો જાગૃત થાય તે હેતુથી સ્પર્ધાનું આયોજન
કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે

ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે. જેમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં બેઠકમાં તમામ ધારાસભ્યો, સાંસદોને હાજર રહેવા સૂચના છે. જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી, સંયોજકોને હાજર રહેવા સૂચના છે. બેઠકમાં આત્મનિર્ભર ભારત અંગે માહિતગાર કરવા ચર્ચા થશે. તથા આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મુદ્દે માર્ગદર્શન અપાશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે જુનાગઢ આવશે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે જુનાગઢ આવશે. એક સપ્તાહમાં બીજી વખત રાહુલ ગાંધી જુનાગઢ આવશે. 10 દિવસથી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપી રહ્યા છે. તેમાં જિલ્લા પ્રમુખો-મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન અપાય છે. આજે બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ રોડ માર્ગે રાહુલ ગાંધી જુનાગઢ આવશે. કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે. અંદાજીત 3 કલાક શિબિરમાં માર્ગદર્શન આપશે. જેમાં AICCના સંગઠન મહાસચિવ વેણુગોપાલ તથા કોંગ્રેસના સાંસદો, ગુજરાત કોંગ્રેસના પ્રભારી ર હાજર હેશે.

Tags :
Advertisement

.

×