Gujarati Top News : આજે 19 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 19 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટ સરકારી અને ખાનગી શાળા આરોગ્ય ચકાસણીમાં અનેક બાળકોમાં બીમારી જોવા મળી તથા અમદાવાદના બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની તેમજ ગાંધીનગરમાં કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. જેમાં 1 હજાર કરોડની સરકારી જમીન પર દબાણો થયા હતા તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈ ભાવનગરમાં (PM Modi in Gujarat) તડામાર તૈયારી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટ સરકારી અને ખાનગી શાળા આરોગ્ય ચકાસણીમાં અનેક બાળકોમાં બીમારી
રાજકોટ સરકારી અને ખાનગી શાળા આરોગ્ય ચકાસણીમાં અનેક બાળકોમાં બીમારી જોવા મળી છે. જેમાં રાજકોટમાં 1.90 લાખ વિધાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. ચકાસણીમાં 26 વિદ્યાર્થીઓને કેન્સરની બીમારી જોવા મળી છે. 38 જેટલા વિદ્યાર્થીઓ નેકીડની બીમારી જોવા મળી છે. તથા 126 વિદ્યાર્થીને હદયની બીમારી જોવા મળી છે. રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સારવાર માટે કામગીરી હાથ ધરાઇ છે. જેમાં વિદ્યાર્થીના માતા પિતાને કાઉન્સિલિંગ કરી વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી રહી છે.
અમદાવાદના બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની
અમદાવાદના બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહને બાઈકચાલકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત થયુ છે. તેમાં કલ્યાણગઢ ગામ પાસે આશીર્વાદ હોટલની સામે ટક્કર મારી હતી. જેમાં બગોદરા ગામના રણજીત કંથેરિયા નામના 24 વર્ષીય યુવાનનું મોત થયુ છે. અજાણ્યા વાહનચાલકને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ
ગાંધીનગરમાં કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. જેમાં 1 હજાર કરોડની સરકારી જમીન પર દબાણો થયા હતા. તથા સાબરમતી નદી કાંઠા વિસ્તારમાંથી દબાણો હટાવાયા છે. જીઇબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે. ડિમોલિશનને લઈ ગાંધીનગર વહીવટી તંત્ર માહિતી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈ ભાવનગરમાં (PM Modi in Gujarat) તડામાર તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈ ભાવનગરમાં (PM Modi in Gujarat) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 20 સપ્ટેમ્બર એટલે કે એક દિવસ બાદ પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને (Gujarat Maritime Board) હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે. એરપોર્ટથી સુભાષનગર સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાશે, જેને લઈને પૂરજોશમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભાવનગરનાં જવાહર મેદાન ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભા પણ યોજશે
ભાવનગરનાં જવાહર મેદાન ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભા પણ યોજશે અને લોકોને સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે.વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાન ભાવનગરથી MOU કરશે. માહિતી અનુસાર, પીએમ મોદી 1.50 લાખ કરોડનાં પ્રોજેક્ટનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાગરમાલા પ્રોજેક્ટ (Sagarmala Project) માટે PM મોદી 75 કરોડ રૂપિયા ફાળવશે. અલંગનાં વિકાસ મોડેલને વડાપ્રધાન મોદી રજૂ કરશે એવી માહિતી છે. એકેડમિક બ્લોક, શિક્ષણ ભવન, MCH ના કામોની ઘોષણા થઈ શકે છે. PM મોદી 39,867 કરોડનાં શિપ બિલ્ડિંગ MOU અને રાજ્યમાં 27,138 કરોડનાં કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ પણ વાંચો: Rashifal 19 September 2025: ભદ્ર યોગનો શુભ સંયોગ આ રાશિ માટે રહેશે શુભ


