Gujarati Top News : આજે 21 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- આજે 21 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમૂલની વિવિધ દૂધ પેદાશો ઉપર લાગતો GST દર ઘટી શકે છે. જેમાં કેટલીક દૂધ પેદાશોમાં GST દર ઘટ્યો, જ્યારે મુખ્ય પેદાશોમાં GST શૂન્ય છે. GSTનો નવો દર પ્રથમ નવરાત્રીથી લાગૂ થતા દૂધના ભાવ ઘટી શકે છે તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે છે. 4 કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને દ્વારકાના ખંભાળિયામાં યુવા મહોત્સવમાં અફરાતફરી થઇ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમૂલની વિવિધ દૂધ પેદાશો ઉપર લાગતો GST દર ઘટી શકે છે
અમૂલની વિવિધ દૂધ પેદાશો ઉપર લાગતો GST દર ઘટી શકે છે. જેમાં કેટલીક દૂધ પેદાશોમાં GST દર ઘટ્યો, જ્યારે મુખ્ય પેદાશોમાં GST શૂન્ય છે. GSTનો નવો દર પ્રથમ નવરાત્રીથી લાગૂ થતા દૂધના ભાવ ઘટી શકે છે. સોમવારથી અમૂલની વિવિધ દૂધ પેદાશો સસ્તી થઈ શકે છે. સૌથી વધુ અમૂલની ઘીની પ્રોડક્ટમાં લિટરે 40 રૂપિયા ઘટી શકે છે. તથા પનીર, આઈસ્ક્રીમ, ચોકલેટ, ચીઝ સહિતની ચીજવસ્તુઓ સસ્તી થઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. તેમજ મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સલમાન અલી આગા પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરશે. જેમાં ભારતે ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે છે. 4 કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તથા સહકાર પરિસંવાદમાં મુખ્યમંત્રીની ખાસ હાજરી છે. સિનિયર સિટીઝનોના યાત્રા પ્રવાસને પ્રસ્થાન કરાવશે. સોમનાથ-દ્વારકા તીર્થ દર્શને 250 વ્યોવૃદ્ધ જશે. અખાડા બેડમિન્ટન કોર્ટની મુખ્યમંત્રી મુલાકાત કરશે. મુખ્યમંત્રીના વરદહસ્તે 20 લાખના ચેકોનું વિતરણ થશે. તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેક અપાશે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરીયા હાજર રહેશે. તથા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા પણ ઉપસ્થિત રહેશે.
દ્વારકાના ખંભાળિયામાં યુવા મહોત્સવમાં અફરાતફરી થઇ
દ્વારકાના ખંભાળિયામાં યુવા મહોત્સવમાં અફરાતફરી થઇ છે. જેમાં આહિર કન્યા છાત્રાલયમાં આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બેભાન, અનેકને ઊલટી થયાની વિગત છે. અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓને ખંભાળિયા સિવિલ ખસેડાયા છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ફૂડ પોઇઝિંગ હોય તેવું અનુમાન છે. 2 દિવસથી 950 જેટલા અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમજ છાત્રાલય અધ્યક્ષ વી.એચ. કનારા હોસ્પિટલ પહોંચ્યા છે.
આ પણ વાંચો: Rashifal 21 September 2025: આજે આ રાશિઓ માટે ફાયદાકારક સંયોજન બની રહ્યું છે, તો જાણો તમારુ રાશિફળ


