Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 22 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 22 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ થયો છે. જેમાં દેશભરમાં નવલા નોરતાની શરૂઆત થઇ છે તથા આજથી આસો નવરાત્રીનો શુભારંભ થયો છે. અંબાજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 7:30થી...
gujarati top news   આજે 22 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 22 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ થયો છે. જેમાં દેશભરમાં નવલા નોરતાની શરૂઆત થઇ છે તથા આજથી આસો નવરાત્રીનો શુભારંભ થયો છે. અંબાજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 7:30થી 8 વાગે મંગળા આરતી કરાશે તેમજ
શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર છે. જગતજનની મહાકાળી માતાના ધામમાં ભક્તો ઉમટ્યા તથા કચ્છના લખપતમાં માતાનામઢ ખાતે ઘટસ્થાપન વિધિ યોજાઇ છે. રાજાબાવા યોગેન્દ્રસિંહજીની ઉપસ્થિતિમા ઘટસ્થાપન વિધિ થઇ તથા અમદાવાદમાં શેરી ગરબા મહોત્સવનું આયોજન થયુ છે. દિવ્યાંગો અને વૃદ્ધાશ્રમના વડીલો ગરબામાં જોડાયા જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ થયો

આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વનો પ્રારંભ થયો છે. જેમાં દેશભરમાં નવલા નોરતાની શરૂઆત થઇ છે. માઈ ભક્તો માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરશે. નવ દિવસ ખેલૈયાઓ રાસ ગરબે રમશે. રાજ્યના તમામ દેવી સ્થાનો પર ભક્તો પહોંચ્યા છે. દેવી સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા મેળવી રહ્યા છે.

Advertisement

અંબાજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

આજથી આસો નવરાત્રીનો શુભારંભ થયો છે. અંબાજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 7:30થી 8 વાગે મંગળા આરતી કરાશે. સવારે 9થી 10:30 વાગે સરસ્વતી નદીના જળથી ઘટ સ્થાપના થશે. બપોરે 12 વાગે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ તથા
રાત્રે 9 વાગે ચાચર ચોકમાં મહાઆરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર

શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર છે. જગતજનની મહાકાળી માતાના ધામમાં ભક્તો ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરને ફૂલથી સજાવવામાં આવ્યુ છે. રાતથી જ દર્શનાર્થીઓ માતાના દર્શન માટે પહોંચ્યા છે. નિજ મંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર જય ઘોષના નાદથી ગુંજ્યુ છે.

નગરદેવી માં ભદ્રકાળી મંદિરમાં ભકતો ઉમટ્યા

આસો નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે. જેમાં અમદાવાદમાં ઠેર-ઠેર મંદિરોમાં દર્શને ભક્તો આવ્યા છે. નગરદેવી માં ભદ્રકાળી મંદિરમાં ભકતો ઉમટ્યા છે. નવલી નવરાત્રીના પ્રથમ દિવસે માંનો વિશેષ શણગાર છે. વહેલી સવારથી જ ભક્તોએ માતાજીના દર્શને ઉમટ્યા છે.

કચ્છના લખપતમાં માતાનામઢ ખાતે ઘટસ્થાપન વિધિ યોજાઇ

કચ્છના લખપતમાં માતાનામઢ ખાતે ઘટસ્થાપન વિધિ યોજાઇ છે. રાજાબાવા યોગેન્દ્રસિંહજીની ઉપસ્થિતિમા ઘટસ્થાપન વિધિ થઇ છે. રાત્રે આશાપુરા માતાજી મંદિરમાં હજારો ભક્તો ઉમટ્યા છે. મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે.

અમદાવાદમાં શેરી ગરબા મહોત્સવનું આયોજન થયુ

અમદાવાદમાં શેરી ગરબા મહોત્સવનું આયોજન થયુ છે. દિવ્યાંગો અને વૃદ્ધાશ્રમના વડીલો ગરબામાં જોડાયા છે. ગરબાની સ્થાપના દિવ્યાંગજનોના હસ્તે કરવામાં આવી છે. પ્રિનવરાત્રિના સેલિબ્રેશનમાં દરેક લોકો ગરબે ઝૂમ્યા છે. તથા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા આયોજકોને સન્માનિત કરાયા છે.

આ પણ વાંચો: Rashifal 22 September 2025 : દુરુધાર યોગના શુભ સંયોજનથી આ રાશિઓને થશે ફાયદો

Tags :
Advertisement

.

×