Gujarati Top News : આજે 23 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 23 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે તથા રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુનાવણી થશે. જેમાં ત્રણ યુવકોએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી તેમજ સોના-ચાંદીના ભાવમાં વિક્રમજનક વધારો થયો છે. 1 તોલા સોનાનો ભાવ 1 લાખ 16 હજારને પાર થયો છે અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મોરક્કોના પ્રવાસે છે. જેમાં રાજનાથસિંહ 2 દિવસના મોરક્કોના પ્રવાસે રહેશે તથા વડોદરામાં નવરાત્રી પર્વની ધૂમ મચી છે. જેમાં મનપા કમિશનર ગરબામાં ઘૂમ્યા છે તેમજ
અમદાવાદમાં નવરાત્રી પર્વનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ નોરતામાં બાળકો સહિત યુવાધન હિલોળે ચઢ્યું છે તથા વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ફરીથી વિવાદ થયો છે. મોટા વાયદા છતાં ખેલૈયાઓને સુવિધા શૂન્ય જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. તેમજ વાવોલમાં 'એક પેડ મા કે નામ' અભિયાનમાં હાજર રહેશે. શિક્ષણ વિભાગના સ્ટાર્ટ અપ કોન્કલેવમાં હાજરી આપશે. AMCના ટ્રંકલાઈન પ્રોજેક્ટની સમીક્ષા કરશે.
ગાંધીનગરના ગટર અને પાણીના કામોની સમીક્ષા કરશે. તથા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બપોરે 12 કલાકે બેઠક કરશે. ક્લોલ ખાતે બપોરે 3 કલાકે ભોજન રથનું લોકાર્પણ કરશે. તેમજ કલોલ ખાતે જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ તથા કલોલમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. માણસા APMCના નવા કાર્યાલયનું લોકાર્પણ કરશે. માણસામાં વિદ્યાસંકુલનું લોકાર્પણ કરશે તથા કુળદેવી બહુચર માતાના મંદીરે પરિવાર સાથે પૂજા કરશે. તથા કેસરીયા ગરબા તથા સાર્વજનિક ગરબામાં ઉપસ્થિત રહેશે.
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુનાવણી થશે
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં સુનાવણી થશે. જેમાં ત્રણ યુવકોએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી છે. 12 ડિસે. 2024ના દિવસે બુલગઢીના પ્રવાસે રાહુલ ગાંધી હતા. તેમાં દોષમુક્ત યુવકોને ગેંગરેપના આરોપી બતાવ્યા હતા.
સોના-ચાંદીના ભાવમાં વિક્રમજનક વધારો થયો
સોના-ચાંદીના ભાવમાં વિક્રમજનક વધારો થયો છે. 1 તોલા સોનાનો ભાવ 1 લાખ 16 હજારને પાર થયો છે. તથા ચાંદીનો એક કિલોગ્રામનો ભાવ 1 લખા 36 હજાર રૂપિયા થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીથી ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં સોનામાં 1700 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. તથા ચાંદીના ભાવમાં 3500 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મોરક્કોના પ્રવાસે
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મોરક્કોના પ્રવાસે છે. જેમાં રાજનાથસિંહ 2 દિવસના મોરક્કોના પ્રવાસે રહેશે. મોરક્કોમાં ટાટાના WHAP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મોરક્કોમાં ટાટાનો ઈન્ફેંટ્રી કોમ્બેટ વ્હીકલ પ્લાન્ટ તૈયાર છે. વિદેશની ભૂમિ પર ભારતનો પહેલો હથિયારનો પ્લાન્ટ છે.
વડોદરામાં નવરાત્રી પર્વની ધૂમ મચી
વડોદરામાં નવરાત્રી પર્વની ધૂમ મચી છે. જેમાં મનપા કમિશનર ગરબામાં ઘૂમ્યા છે. અરૂણ મહેશ બાબુ ખૈલેયા સાથે ગરબા રમ્યા છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા છે. મનપા કમિશનરે મા અંબાની આરાધના કરી છે.
અમદાવાદમાં નવરાત્રી પર્વનો ધમાકેદાર પ્રારંભ થયો
અમદાવાદમાં નવરાત્રી પર્વનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ નોરતામાં બાળકો સહિત યુવાધન હિલોળે ચઢ્યું છે. પાર્ટી પ્લોટ સહિત શેરી ગરબામાં લોકોમાં ભારે ઉત્સાહ છે. ગરબા સાથે માતાજીની ભક્તિ-આરાધનમાં સૌ લીન થયા છે. બોપલમાં લોકગાયક જીજ્ઞેશ કવિરાજના સૂરથી ખેલૈયાઓ ઝૂમ્યા છે. ઝુંડાલમાં માંડવળીમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી છે.
વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ફરીથી વિવાદ થયો
વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ફરીથી વિવાદ થયો છે. મોટા વાયદા છતાં ખેલૈયાઓને સુવિધા શૂન્ય છે. ગરબા ગ્રાઉન્ડ કાદવ-કીચડથી ભરાયા છે. ખેલૈયાઓએ 'હાય હાય' ના નારા લગાવ્યા છે. ખેલૈયાઓએ અતુલ દાદાની વાત સાંભળવાની પણ ના પાડી છે. કીચડને કારણે ખેલૈયાઓ ફૂડ કોર્ટમાં ગરબા રમ્યા છે. રોષ જોતા સંચાલકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Rashifal 23 September 2025 : નવરાત્રિના બીજા દિવસે બનેલો શુભ ત્રિગ્રહ યોગ આ રાશિઓ માટે ફાયદાકારક રહેશે


