Gujarati Top News : આજે 24 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 24 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : નર્મદા ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાનો છુટકારો થશે. વડોદરા જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવશે. તેમજ ચૈતર વસાવા રાજપીપળામાં હરસિદ્ધિ માતાના દર્શન કરશે. જકાતનાકા થઈને મોવી ચોકડી પર કાર્યકર્તાઓને સંબોધશે તથા ગાંધીનગરમાં CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક છે. રાજ્યના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા થશે તેમજ સુરત ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે તથા અમદાવાદના રાજપુત ક્લબ ખાતે આરંભ ગરબાનું આયોજન થયુ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
નર્મદા ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાનો છુટકારો થશે
નર્મદા ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાનો છુટકારો થશે. વડોદરા જેલમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવશે. તેમજ ચૈતર વસાવા રાજપીપળામાં હરસિદ્ધિ માતાના દર્શન કરશે. જકાતનાકા થઈને મોવી ચોકડી પર કાર્યકર્તાઓને સંબોધશે.
ગાંધીનગરમાં CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક
ગાંધીનગરમાં CMની આગેવાનીમાં કેબિનેટની બેઠક છે. રાજ્યના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા થશે. તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ નુકસાનીની સમીક્ષા થશે. તહેવારોમાં સુરક્ષાની બાબતોની સમીક્ષા કરાશે તેમજ પુરવઠા વિભાગની અનાજ વિતરણ વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા થશે.
અમદાવાદના રાજપુત ક્લબ ખાતે આરંભ ગરબાનું આયોજન થયુ
અમદાવાદના રાજપુત ક્લબ ખાતે આરંભ ગરબાનું આયોજન થયુ છે. જેમાં HCG આસ્થા હોસ્પિટલ અને ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન કરાયુ છે. કેન્સર, હાર્ટના દર્દીઓને મદદરૂપ થઈ શકે તે માટે આયોજન છે. ગરબાથી આવેલા નાણાનો ઉપયોગ ગરીબ દર્દીઓના ઈલાજ માટે થશે. દર વર્ષે HCG આસ્થા હોસ્પિટલ ગરબાનું આયોજન કરે છે.
સુરત ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો
સુરત ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે. પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો છે. ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને નકલી PSI ફરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં નકલી PSI હીરા વેપારીનો પુત્ર નીકળ્યો છે. મોબાઈલમાંથી મળ્યા સેલિબ્રિટી, પોલીસ અધિકારીઓ સાથેના ફોટો તથા ગરબા ગ્રાઉન્ડમાં VIP ગેટમાંથી પ્રવેશ કર્યો હતો. તેમજ અસલી PSIની જેમ જ પહેરવેશ અને મૂછો રાખી શેખી મારતો હતો. પોલીસના હાથે પકડાઈ જતા હાથ જોડી માફી માગવા લાગ્યો હતો.
આ પણ વાંચો: Rashifal 24 September 2025: આજે ચંદ્ર અને મંગળનું શુભ સંયોજન આ રાશિઓ માટે શુભ લાભ લાવશે


