Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 26 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 26 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : દહેગામના બહિયલમાં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ છે. જેમાં ગઈકાલે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક નવરાત્રિની ઉજવણી કરાઈ તથા રાજકોટની સિવિલ હોસ્પિટલના દવા ખરીદી સ્ટોર ઈનચાર્જની બદલી કરાઇ છે....
gujarati top news   આજે 26 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 26 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : દહેગામના બહિયલમાં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ છે. જેમાં ગઈકાલે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક નવરાત્રિની ઉજવણી કરાઈ તથા રાજકોટની સિવિલ હોસ્પિટલના દવા ખરીદી સ્ટોર ઈનચાર્જની બદલી કરાઇ છે. જેમાં સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણીની બદલી થઇ તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રેવન્યુમાં એક બાદ એક હુકમ. માંગરોળ હાઉસની જમીન ખાનગી ગણવાની રાજવી પરિવારની માંગ ફગાવાઈ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

દહેગામના બહિયલમાં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ

દહેગામના બહિયલમાં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ છે. જેમાં ગઈકાલે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક નવરાત્રિની ઉજવણી કરાઈ છે. તેમાં સમગ્ર બહિયલમાં ગામ હજુ પોલીસ છાવણીમાં ફેરવાયેલુ છે. પોલીસના રક્ષણ વચ્ચે ગ્રામજનો ગરબે ઘૂમ્યા છે. ગઈકાલે પોલીસે 60થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા. સમગ્ર બહિયલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ છે.

Advertisement

રાજકોટની સિવિલ હોસ્પિટલના દવા ખરીદી સ્ટોર ઈનચાર્જની બદલી કરાઇ

રાજકોટની સિવિલ હોસ્પિટલના દવા ખરીદી સ્ટોર ઈનચાર્જની બદલી કરાઇ છે. જેમાં સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણીની બદલી થઇ છે. સ્ટોર ઇન્ચાર્જ દ્વારા 20 કરોડ રૂપિયાની દવા બારોબારથી ખરીદી કરવામાં આવી હતી. આરોગ્ય કમિશનર રાજકોટ મુલાકાત દરમિયાન બિલ મંજૂર કરવા સહી કરવા જણાવેલ હતુ. જોકે દાળમાં કાળું લગતા બિલો મંજૂર કરવા આરોગ્ય કમિશનર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો. જે.કે. નથવાણી સહિત બિલોની ફાઇલ લઈ ગાંધીનગર બોલાવી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ગોટાળા નિકળતા બદલી કરવામાં આવી છે. હજુ પણ બે કર્મચારી પર પણ લટકતી તલવાર જેવી સ્થિતિ છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રેવન્યુમાં એક બાદ એક હુકમ

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રેવન્યુમાં એક બાદ એક હુકમ. માંગરોળ હાઉસની જમીન ખાનગી ગણવાની રાજવી પરિવારની માંગ ફગાવાઈ છે. રાજકોટ શહેરમાં આવેલ માંગરોળ હાઉસની વિવાદિત જમીન સરકારી જમીનનો હુકમ છે. તેમાં સીટી સર્વે નંબર 90 ની 4520 ચોરસમીટર જમીન સરકારી જમીન હોવાનો હુકમ છે. 1971 ના ઠરાવથી નારાજ થઈ અરજદાર જાહિદ અબ્દુલ ખાલિદ સહિત ચાર આસામીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. સીટી સર્વે હુકમ પડકારવા હાઇકોર્ટમાં પણ ગયા હતા. તથા હાઇકોર્ટમાં એકપણ પુરાવા રજુ કરાયા નથી. વર્ષ 23/24 માં ફરી અપીલ કરી હતી જોકે સમગ્ર મામલે કલેક્ટર દ્વારા સીટી સર્વેનો હુકમ માન્ય રાખી જમીન સરકારી ગણાવી છે. 1907 માં રાજકોટના ઠાકોર સાહેબ પાસેથી જમીન ખરીદી કરી હોવાની રજૂઆત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: Rashifal 26 September 2025: ચંદ્રાધિ યોગ બનતા આ રાશિઓના શુભ સંયોજનથી તમારા ભાગ્યને ફાયદો થશે

Tags :
Advertisement

.

×