Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 29 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : રાજકોટના વિંછીયામાં હિટ એન્ડ રનમાં 2 મહિલાના મોત થયા છે. જેમાં હિંગોળગઢ ગામે પૂરપાટ ઝડપે આવતી કારે ભોગ લીધો તથા એશિયા કપની જીત પર PM મોદીએ શુભેચ્છા આપી છે. જેમાં X પર પોસ્ટ કરીને પીએમ મોદીએ શુભેચ્છા આપી...
gujarati top news   આજે 29 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat : રાજકોટના વિંછીયામાં હિટ એન્ડ રનમાં 2 મહિલાના મોત થયા છે. જેમાં હિંગોળગઢ ગામે પૂરપાટ ઝડપે આવતી કારે ભોગ લીધો તથા એશિયા કપની જીત પર PM મોદીએ શુભેચ્છા આપી છે. જેમાં X પર પોસ્ટ કરીને પીએમ મોદીએ શુભેચ્છા આપી તેમજ રાજકોટના જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તથા કચ્છના ગાંધીધામના ટાગોર રોડ પર અકસ્માત થયો છે. જેમાં BMW કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

રાજકોટના વિંછીયામાં હિટ એન્ડ રનમાં 2 મહિલાના મોત

રાજકોટના વિંછીયામાં હિટ એન્ડ રનમાં 2 મહિલાના મોત થયા છે. જેમાં હિંગોળગઢ ગામે પૂરપાટ ઝડપે આવતી કારે ભોગ લીધો છે. તેમાં 15 થી વધુ મહિલાઓ પગપાળા જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો છે. ઢાળમાં રીક્ષા ચઢતી ન હોવાથી મહિલાઓ નીચે ઉતરી હતી. 9 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, 2ના ઘટનાસ્થળે મોત થયા છે. વિંછીયા પોલીસે સમગ્ર ઘટના મુદ્દે તપાસ શરૂ કરી છે.

Advertisement

એશિયા કપની જીત પર PM મોદીએ શુભેચ્છા આપી

એશિયા કપની જીત પર PM મોદીએ શુભેચ્છા આપી છે. જેમાં X પર પોસ્ટ કરીને પીએમ મોદીએ શુભેચ્છા આપી છે. તેમાં PM મોદીએ જણાવ્યું છે કે રમતના મેદાનમાં પણ ઓપરેશન સિંદૂર. બંને ઓપરેશનમાં પરિણામ એક જ જેવું છે.

Advertisement

રાજકોટના જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો

રાજકોટના જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે. ફૂલવાડી, સ્ટેન્ડ ચોક, બસસ્ટેન્ડ રોડ સહિત વિસ્તારોમાં વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓનો મજા બગાડી છે.

કચ્છના ગાંધીધામના ટાગોર રોડ પર અકસ્માત થયો

કચ્છના ગાંધીધામના ટાગોર રોડ પર અકસ્માત થયો છે. જેમાં BMW કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વાયરલ વીડિયોમાં ચાલક નશામાં દેખાયો છે. ચાલકને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો છે. તથા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કર્યો છે. એ.વી. જોશી કંપનીના માલિક મહેશ એબલ હોવાનું સામે આવ્યું છે. બી ડિવિઝન પોલીસે અટક કરીને જામીન પર મુક્ત કર્યા છે.

આ પણ વાંચો: Rashifal 29 September 2025: અઠવાડિયાના પહેલા દિવસે શુભ યોગ સ્વરૂપો આ રાશિના લોકો માટે લાભદાયી રહેશે

Tags :
Advertisement

.

×