Gujarati Top News : આજે 30 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 30 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : રાજકોટ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં શ્રમિક પરિવારની 5 વર્ષ બાળકી વિરલ વીણામાનું મોત થયુ તથા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર છે. ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ્દ થયુ તેમજ
રાત્રે ત્રણ વાગ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે વરદાયની માતાની વર્ષો જૂની પરંપરાગત પલ્લી યાત્રા નીકળશે તથા શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી આઠમ નિમિતે વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
રાજકોટ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો
રાજકોટ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં શ્રમિક પરિવારની 5 વર્ષ બાળકી વિરલ વીણામાનું મોત થયુ છે. રાજકોટના શાપર વેરાવળમાં શ્વાને વધુ એક માસૂમ બાળકીને બચકા ભરતા મોત થયુ છે. પાંચ દિવસ પહેલા હજુ બાળકી દાદાને ઘરે આવી હતી. શ્રમિક પરિવારની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક શ્વાન આવી ગળાના ભાગે બચકા ભર્યા હતા.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર છે. ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ્દ થયુ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ્દ કર્યું છે. કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા ધરપકડ વોરંટ રદ્દ કરાયુ છે. નિકોલમાં નોંધાયેલા કેસમાં હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ધરપકડ વોરંટ કાઢ્યું હતુ.
ગામના ચોરે ચોરે ઘીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળે છે
રાત્રે ત્રણ વાગ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે વરદાયની માતાની વર્ષો જૂની પરંપરાગત પલ્લી યાત્રા નીકળશે. જેમાં હજારો લિટર ઘીનો અભિષેક કરાશે. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી વેચાઈ રહેલ ઘીના નમુના લેવામાં આવશે અને તેની ચકાસણી કરાશે. ગાંધીનગરના રૂપાલ ગામમાં પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ જીવંત છે. દર વર્ષે નવમાં નોરતે વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે. જેમાં, લાખોની મેદની આ પલ્લીના દર્શન કરવા આવે છે. માતાની પલ્લી મંદિરથી ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરમિયાન પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. જાણે ગામના ચોરે ચોરે ઘીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળે છે.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી આઠમ નિમિતે મંગળા આરતી
શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી આઠમ નિમિતે વહેલી સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી છે. તેમજ અંબાજી મંદિરમાં સવારે છેલ્લી જવેરા આરતી થઇ છે. સવારે 9 વાગે વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ દાંતા સ્ટેટ રાજવી પરિવાર નવચંડી યજ્ઞમા અંબાજી મંદિરમાં આખા પરિવાર સાથે હાજર રહેશે. હવનમા આવતા પહેલા રાજવી પરિવારનું આદિવાસી સમાજ સામૈયું કરશે. સાંજે 5 વાગે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ થશે, જેમા અંદાજે 11,000 કરતા વધુ નારિયળ હોમવામાં આવશે અને હજારો કિલો ઘી પણ હોમવામા આવશે.


