Gujarati Top News : આજે 4 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 4 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : ABVPના કાર્યકર્તાઓ અમદાવાદ પોલીસ કમિશનરને મળશે. જેમાં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ, ભુજ કોલેજમાં હુમલા મુદ્દે રજૂઆત કરશે તેમજ કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કાર સામે ડ્રાઈવ થશે. 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારી શરૂ થઇ છે. જેમાં 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તેમજ રાજપીપળામાં ગણેશ વિસર્જનમાં વરસાદી વિઘ્ન આવ્યું છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે તથા અમદાવાદનું શકરી તળાવ તૈયાર છતાં લોકાર્પણ નહીં જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
ABVPના કાર્યકર્તાઓ અમદાવાદ પોલીસ કમિશનરને મળશે
ABVPના કાર્યકર્તાઓ અમદાવાદ પોલીસ કમિશનરને મળશે. જેમાં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ, ભુજ કોલેજમાં હુમલા મુદ્દે રજૂઆત કરશે. તથા ગુજરાત યુનિ. બોટની ડિપાર્ટમેન્ટમાં હુમલા બાબતે પણ રજૂઆત કરશે. શાળા અને કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી-શિક્ષકોની સુરક્ષા પર સવાલ!
કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કાર સામે ડ્રાઈવ થશે
કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કાર સામે ડ્રાઈવ થશે. 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે. પાટનગર ગાંધીનગરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચાલશે. કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની કાર ચલાવનારા સામે કાર્યવાહી થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારી શરૂ થઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની તૈયારી શરૂ થઇ છે. જેમાં 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. ભાજપ દ્વારા સેવા પખવાડિયા તરીકે તેની ઉજવણી કરાશે. ગુજરાતમાં બ્લડ ડોનેશનનો વર્લ્ડ રેકોર્ડ કરવા માટેનો લક્ષ્યાંક છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાશે. સેવા પખવાડિયાના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સહિત હોદ્દેદારોની બેઠક યોજાશે.
રાજપીપળામાં ગણેશ વિસર્જનમાં વરસાદી વિઘ્ન આવ્યું છે
રાજપીપળામાં ગણેશ વિસર્જનમાં વરસાદી વિઘ્ન આવ્યું છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમાં ધોધમાર વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યા છે. વરસતા વરસાદમાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા.
અમદાવાદનું શકરી તળાવ તૈયાર છતાં લોકાર્પણ નહીં
અમદાવાદનું શકરી તળાવ તૈયાર છતાં લોકાર્પણ નહીં. જેમાં 3નો ભોગ લીધો હતો તેમજ 10 દિવસ પહેલા પણ 6 લોકો કૂદીને નાહવા ગયા હતા. અમદાવાદના સરખેજમાં આવેલા શકરી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈ પાણીમાં ગયેલા ત્રણ યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં મ્યુનિસિપલ તંત્ર બેધ્યાન છે.


