Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 5 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 5 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે ડ્રોન શો યોજાયો તથા વિરમગામ પોપટ ચોકડી ખાતે હિન્દુ મહા સંમેલન યોજાશે. જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ મહા સંમેલનમાં હાજર રહેશે તેમજ રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ...
gujarati top news   આજે 5 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 5 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે ડ્રોન શો યોજાયો તથા વિરમગામ પોપટ ચોકડી ખાતે હિન્દુ મહા સંમેલન યોજાશે. જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ મહા સંમેલનમાં હાજર રહેશે તેમજ રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાશે. જેમાં અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે કાર્યક્રમ યોજાશે તથા શિક્ષક દિવસ પર વિદ્યાસહાયકના ઉમેદવારો વિરોધ કરશે અને તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. હાલ ડેમમાં 2,10,667 ક્યુસેક પાણીની આવક થઇ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે ડ્રોન શો યોજાયો

શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમયે ડ્રોન શો યોજાયો છે. જેમાં મંદિરના ચાચર ચોકમાં 400 ડ્રોન દ્વારા ભવ્ય શો યોજાયો છે. ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. 400 ડ્રોન દ્વારા મેળા અને માતાજીની થીમ પર અલૌકિક શો યોજાયો.
માતાજીનું મંદિર, ઘંટ, ત્રિશૂળ જેવી કૃતિઓ ડ્રોન શોમાં બતાવાઈ છે. પ્રથમ વખત 400 ડ્રોન દ્વારા આકાશમાં સુંદર રચના રજૂ કરાઈ છે.

Advertisement

વિરમગામ પોપટ ચોકડી ખાતે હિન્દુ મહા સંમેલન યોજાશે

વિરમગામ પોપટ ચોકડી ખાતે હિન્દુ મહા સંમેલન યોજાશે. જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ મહા સંમેલનમાં હાજર રહેશે. લવજેહાદ મુદ્દે જનજાગૃતિ ફેલાવવા આયોજન કરાયું છે. વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના માર્ગદર્શન હેઠળ ન્યૂ વિરમગામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ - 2025માં હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. અખંડ હિન્દુ રાષ્ટ્રનો સંકલ્પ અને હિન્દુ દીકરીઓને લવ જેહાદની પ્રેમજાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવતા વિધર્મીઓથી જનજાગૃતિ મુદ્દે તા.5-9-2025ને શુક્રવાર, રાત્રે 9:00 કલાકે ગણેશ પંડાલ, વૃંદાવન સોસાયટી બહાર, પંચમુખી હનુમાન ચાર રસ્તા, વિરમગામ ખાતે વિશાળ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાશે

રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાશે. જેમાં અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે કાર્યક્રમ યોજાશે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત હાજર રહેશે. તથા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં 30 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે.

શિક્ષક દિવસ પર વિદ્યાસહાયકના ઉમેદવારો વિરોધ કરશે

શિક્ષક દિવસ પર વિદ્યાસહાયકના ઉમેદવારો વિરોધ કરશે. જેમાં ગાંધીનગરમાં વિદ્યાસહાયકના ઉમેદવારો પ્રદર્શન કરશે. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં વિરોધ કરશે.

ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ થશે

ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ થશે. સરકારી કર્મચારીઓ પરોક્ષ રીતે વિરોધ પ્રદર્શન કરશે. સોશિયલ મીડિયા પર જૂની પેન્શન યોજનાને લઈ વિરોધ કરશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓ વિરોધ કરશે.

તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ

તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. હાલ ડેમમાં 2,10,667 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાં ડેમમાંથી 1 લાખ 62 હજાર 992 ક્યુસેક પાણીની જાવક થઇ છે. ઉકાઈ ડેમના 12 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે થઇ છે. તંત્ર દ્વારા નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rashifal 5 September 2025 : બુધાદિત્ય યોગને કારણે આજનો શુક્રવાર આ રાશિ માટે ફાયદાકારક, જાણો તમારું રાશિફળ

Tags :
Advertisement

.

×