Gujarati Top News : આજે 7 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 7 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગોતા, થલતેજ, એસ.જી.હાઈવે પર વરસાદ છે. તથા ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તથા મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના નાદ ગૂંજ્યા છે તેમજ ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થઇ છે. મહીસાગર અને સાબરમતી નદીમાં પાણી છોડાયુ છે તથા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. વર્ગ ત્રણ કક્ષાના નાયક સેકશન અધિકારી માટે પરીક્ષા થશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો
અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગોતા, થલતેજ, એસ.જી.હાઈવે પર વરસાદ છે. તથા ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ આવી શકે છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં સવારથી વરસાદ છે.
મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સમગ્ર ચાચર ચોકમાં જય અંબેના નાદ ગૂંજ્યા છે. શ્રદ્ધાળુઓ સાથે પોલીસકર્મીઓ ગરબે ઝૂમ્યા છે. મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઇ રહ્યો છે. દેશ-વિદેશથી ભક્તો અંબાજી આવ્યા છે. તથા ચંદ્રગ્રહણને લઈ બપોરે મંદિર બંધ રહેશે. તથા વિશ્વની સૌથી મોટી ધજા પણ અંબાજી આવશે. તથા 6 દિવસમાં 36 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યો છે. પોલીસ દ્વારા પણ ધજા ચઢાવવામાં આવશે. તથા કલેકટર અને પત્રકારો દ્વારા પણ ધજા ચઢાવાશે.
ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થઇ
ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થઇ છે. મહીસાગર અને સાબરમતી નદીમાં પાણી છોડાયુ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી છોડાયું છે. તેમજ સાબરમતી નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નદી કાંઠાના ગામોમાં પુરની સ્થિતિને લઈ એલર્ટ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. વર્ગ ત્રણ કક્ષાના નાયક સેકશન અધિકારી માટે પરીક્ષા થશે. જેમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની પોસ્ટ માટે પરીક્ષા લેવાશે. અમદાવાદમાં 72 કેન્દ્રો પર સવારે 11 કલાકે પરીક્ષા યોજાશે. અંદાજે 10 હજારથી વધારે ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.
આ પણ વાંચો: Rashifal 7 September 2025: આજનો દિવસ આ રાશિ માટે છે લાભદાયી, વેશી યોગનો સંપૂર્ણ લાભ મળશે


