Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 9 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 9 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : અમદાવાદમાં નઘરોળ તંત્રની બેદરકારીએ બે વ્યક્તિના ભોગ લીધો છે. નારોલની મટનગલીમા વરસાદી પાણીમાં વીજકરંટ લાગ્યો તથા પૂરથી પીડાતી ઉ. ગુજરાતની જનતાને રાહત મળશે. જેમાં આજથી ગુજરાતમાં મેઘરાજાનું જોર...
gujarati top news   આજે 9 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 9 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : અમદાવાદમાં નઘરોળ તંત્રની બેદરકારીએ બે વ્યક્તિના ભોગ લીધો છે. નારોલની મટનગલીમા વરસાદી પાણીમાં વીજકરંટ લાગ્યો તથા પૂરથી પીડાતી ઉ. ગુજરાતની જનતાને રાહત મળશે. જેમાં આજથી ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટશે તેમજ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો દિવસ છે. વિધાનસભાની બેઠક બપોરે 12 કલાકે મળશે અને બનાસકાંઠામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર એક્શનમાં છે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

અમદાવાદમાં નઘરોળ તંત્રની બેદરકારીએ બે વ્યક્તિના ભોગ લીધો

અમદાવાદમાં નઘરોળ તંત્રની બેદરકારીએ બે વ્યક્તિના ભોગ લીધો છે. નારોલની મટનગલીમા વરસાદી પાણીમાં વીજકરંટ લાગ્યો છે. વીજકરંટ લાગતા એક્ટિવા પર બેસેલા એક પુરુષ અને મહિલાનું મોત થયુ છે. 108 અને પોલીસ પહોંચી પરંતુ પાણીમાં કરંટ હોવાથી બચાવી ન શક્યા તથા કરંટ બંધ થયા બાદ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયા છે. નઘરોળ તંત્રના ભ્રષ્ટાચારી ખાડા અને તૂટેલા વાયરોએ બેનો ભોગ લીધો છે.

Advertisement

પૂરથી પીડાતી ઉ. ગુજરાતની જનતાને રાહત મળશે

પૂરથી પીડાતી ઉ. ગુજરાતની જનતાને રાહત મળશે. જેમાં આજથી ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટશે. ગુજરાતમાં આજથી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા છે. જેમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી છે. ગઈકાલે બનાસકાંઠા, કચ્છમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં બનાસકાંઠાના સૂઈગામમાં 16 ઈંચથી વધુ વરસાદ છે. તથા બનાસકાંઠાના અનેક ગામોમાં હજુ જળબંબાકાર છે. તેમજ કચ્છ અને પાટણના અનેક ગામો હજુ જળમગ્ન છે.

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો દિવસ

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો બીજો દિવસ છે. વિધાનસભાની બેઠક બપોરે 12 કલાકે મળશે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. તેમજ નાણાં, ઊર્જા, ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, જળસંપત્તિના પ્રશ્નો પર ચર્ચા થશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. મહિલા અને બાળ કલ્યાણ તથા સહકાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ કાગળો મેજ પર મુકાશે. અનુમતિ મળેલા વિધેયકો ટેબલ થશે. કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ રજૂ થશે. તથા ઓપરેશન સિંદૂર પર CM ભૂપેન્દ્ર પટેલ અભિનંદન પ્રસ્તાવ મુકશે તથા GST રિફોર્મ્સ પર નાણા મંત્રી કનુ દેસાઈ અભિનંદન પ્રસ્તાવ લાવશે. અભિનંદન પ્રસ્તાવ બાદ બે સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે તેમાં ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક ગૃહમાં રજૂ થશે. ગુજરાત જન વિશ્વાસ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે.

બનાસકાંઠામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર એક્શનમાં

બનાસકાંઠામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર એક્શનમાં છે. જેમાં રાહત અને બચાવની કામગીરી માટે વધુ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. રાજ્ય સરકારે પાંચ અધિકારીઓને બનાસકાંઠા કલેક્ટર હેઠળ મુક્યા છે. ગેસ કેડરના 5 અધિકારીઓને તાત્કાલિક બનાસકાંઠા પહોંચવાનું ફરમાન છે.

Tags :
Advertisement

.

×